Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

27 July, 2021 06:25 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

 બાદશાહ અને વાયરલ વીડિયોમાં ગીત ગાનાર બાળક સહદેવ

બાદશાહ અને વાયરલ વીડિયોમાં ગીત ગાનાર બાળક સહદેવ


તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ગીત પર સામાન્ય લોકોની સાથે બોલીવુડ સ્ટાર્સ પણ રીલ્સ વીડિયો બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ગીતનો વીડિયો છત્તીસગઢ સુકમા જિલ્લાના છીંદગઢના સહદેવનો છે, જેમાં તેણે બે વર્ષ પહેલાં` બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે..` ગીત ગાયુ છે, જે આજકાલ ખુબ જ ચર્ચામાં છે.

લોકો સહદેવના આ ગીતના વીડિયો પર વિવિધ વીડિયો બનાવી અપલોડ કરી રહ્યાં છે. પ્રખ્યાત રેપર બાદશાહે પણ તેના આ ગીત પર એક વીડિયો બનાવ્યો છે. આ પછી સહદેવનો સંપર્ક કરવાનો વિચાર તેના મગજમાં આવ્યો. ત્યારે મુંબઈની ટીમે સુકમાના સહદેવને શોધી કાઢયો અને એક વીડિયો કોલ પર બાદશાહે સહદેવ સાથે વાત કરી.



વિડિઓ કોલિંગ દરમિયાન બાદશાહે બાળકનું નામ પૂછ્યું. ગામની વાત. ટ્રેન્ડીંગ ગીત પણ સાંભળ્યું. આ પછી તેમણે કહ્યું કે તમે મારી સાથે ગીત ગાશો. સહદેવના ચહેરા પર હરખ આવી ગયો અને એને પણ હા પાડી. તેમણે સહદેવને ચંદીગઢ બોલાવ્યો છે. સહદેવ ટૂંક સમયમાં તેના પરિવારના સભ્યો સાથે ચંદીગઢ પહોંચશે.  બાદશાહ સહદેવ સાથે એક ગીત શૂટ કરી શકે તેવું બને. તે સહદેવ દ્વારા ગાયેલ બાળપણના પ્રેમનું ગીત પણ હોઈ શકે છે, `બચપના કા પ્યાર મેરા ભુલ નહીં જાના રે.`    


સહદેવ દિરદો છત્તીસગઢના છીંદગઢ બ્લોકના નાનાકડા ગામનો રહેવાસી છે.     બે વર્ષ પહેલાં જ્યારે સહદેવ વર્ગ પાંચમાં ભણતો હતો ત્યારે તેમના વર્ગ શિક્ષકે તેમને એક ગીત ગાવાનું કહ્યું હતુ. આ દરમિયાન સહદેવે આ ગીત ગાયું હતું અને હવે આ વીડિયો એટલો વાયરલ થયો છે કે હવે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.  સહદેવની ઉમંર 12 વર્ષીની છે અને તે તેના વિસ્તારમાં હાલ પ્રખ્યાત થઈ ગયો છે. 

સહદેવના ઘરે ન તો મોબાઇલ છે કે ન ટીવી.  તેના પિતાજી  વ્યવસાયે ખેડૂત છે. સહદેવની માતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. સહદેવને 4 બહેનો અને બે ભાઈઓ છે. સહદેવના ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં 90 લાખ વખત જોવાયો છે. આના પર ઘણા મીમ્સ અને સોશિયલ મીડિયા વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 06:25 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK