° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


કૉલેજ દરમ્યાન થિયેટરમાં કામ કરવા માટે પેરન્ટ્સે આયુષમાન સામે કઈ શરત રાખી હતી?

21 November, 2022 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના કહેવા મુજબ આયુષમાને ફુલ અટેન્ડન્સ સાથે સારા માર્ક્સ પણ લાવવાના રહેશે અને તો જ તે થિયેટરમાં કામ કરી શકશે

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાએ જણાવ્યું કે તેને કૉલેજ દરમ્યાન થિયેટરમાં કામ કરવા માટે તેના પેરન્ટ્સે શરત રાખી હતી. તેમના કહેવા મુજબ આયુષમાને ફુલ અટેન્ડન્સ સાથે સારા માર્ક્સ પણ લાવવાના રહેશે અને તો જ તે થિયેટરમાં કામ કરી શકશે. એ વિશે આયુષમાને કહ્યું કે ‘૧૧ અને ૧૨મામાં મે મેડિકલ PCB (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલૉજી) લીધું હતું. હું ગ્રેટ માર્ક્સ સાથે CET ક્લિયર નહોતો કરી શક્યો અને એને કારણે મારે આર્ટ્સ લેવું પડ્યુ. મેં ઇંગ્લિશ ઓનર્સની સ્ટડી કરી હતી અને મારે થિયેટર કરવું હતું એથી મારા પેરન્ટ્સે મારી સામે એક શરત મૂકી હતી. શરત એવી હતી કે ‘જો મારે થિયેટર કરવું હોય તો કૉલેજમાં મારી ફુલ અટેન્ડન્સ હોવી જોઈશે અને સારા માર્ક્સ પણ આવવા જોઈશે. એથી મારી ફુલ અટેન્ડન્સ રહેતી અને ત્રણ વર્ષ સુધી હું ટૉપર્સ રહ્યો હતો. આવી રીતે મને થિયેટરમાં કામ કરવાની મંજૂરી મળી હતી.’

21 November, 2022 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આનંદ પંડિતની કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ઉપેન્દ્ર સ્ટારર કબઝાનું ટ્રેલર રિલીઝ

ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે

02 December, 2022 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ પ્રોડ્યુસર બન્યો યશ

‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી.

02 December, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સિદ્ધાર્થની ‘યોદ્ધા’ આવશે આવતા વર્ષે

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી

02 December, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK