Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કઝાખસ્તાનની ફિલ્મમાં દેખાશે અવિકા ગોર

કઝાખસ્તાનની ફિલ્મમાં દેખાશે અવિકા ગોર

14 June, 2021 11:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મનું શૂટિંગ હાલમાં તેણે તુર્કીમાં કર્યું હતું

અવિકા ગોર

અવિકા ગોર


અવિકા ગોર કઝાખસ્તાનની એક કૉમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. એ ફિલ્મનું શૂટિંગ હાલમાં તેણે તુર્કીમાં કર્યું હતું. તેનું કહેવું છે કે શૂટિંગ વખતે તેણે શાનદાર સમય પસાર કર્યો હતો. સાથે જ તેણે પોતાના કો-સ્ટાર્સનો પણ આભાર માન્યો હતો. ફિલ્મની રિલીઝની તારીખની ચોક્કસ માહિતી નથી. ફિલ્મ વિશે અવિકાએ કહ્યું હતું કે ‘ફિલ્મનું શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ મજેદાર રહ્યો હતો. તુર્કીમાં મેં ધમાકેદાર સમય પસાર કર્યો હતો. આ મારી પહેલી કઝાખસ્તાન ફિલ્મ છે. સેટ્સ પર દરેક વ્યક્તિ મારી ખાસ કાળજી રાખતી હતી અને તેઓ મારી આસપાસ રહેતા હતા. આ ફિલ્મ પર ખૂબ અપેક્ષાઓ છે. રિલીઝની તારીખની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન મારી જે પ્રકારે મદદ કરી એ બદલ હું આ ફિલ્મના પ્રોડ્યુસર્સ અલ્પામીસ અને નુરલાન કોયાનબયેવની આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK