Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers: Endgameફિલ્મે રચ્યો ઇતિહાસ તોડ્યા તમામ રોકૉર્ડ્સ

Avengers: Endgameફિલ્મે રચ્યો ઇતિહાસ તોડ્યા તમામ રોકૉર્ડ્સ

30 April, 2019 05:28 PM IST |

Avengers: Endgameફિલ્મે રચ્યો ઇતિહાસ તોડ્યા તમામ રોકૉર્ડ્સ

એેવેન્જર્સ એન્ડગેમ

એેવેન્જર્સ એન્ડગેમ


Avengers Endgame Box Office Collection Day 4 : જો બાકીના વર્કિંગ દિવસોમાં 25 કરોડ રૂપિયા કલેક્શનના હિસાબે ચાલશે તો આ વીકએન્ડ પહેલા 260 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતના બૉક્સ ઑફિસ પર ત્રીજા દિવસે જેટલી કમાણી કરી છે એટલી તો બોલીવુડની કેટલીય મોટા બજેટની ફિલ્મોએ પહેલા દિવસે પણ નથી કરી. ચાર દિવસમાં એવેન્જર્સે કમાણીના બધાં જ રેકૉર્ડ્સ તોડી દીધા છે.



ભારતમાં ત્રણ ભાષામાં ફિલ્મ થઇ રીલિઝ


હોલીવુડમાં જાણીતા રૂસો બ્રધર્સના નિર્દેશનમાં બનેલી અને વિશ્વમાં બહુ ચર્ચીત ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમમાં આ ફિલ્મ ભારતમાં પોતાની રિલીઝના ચોથા દિવસે એટલે કે આ સોમવારે લગભગ 31 કરોડ 5 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ભારતમાં ત્રણ ભાષામાં રીલિઝ થઇ હતી અને પહેલા જ દિવસે 53 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી એટલે કે તેની તુલનામાં પહેલા વર્કિંગ ડે સોમવારે લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે. આમ ફિલ્મે આ 4 દિવસમાં 189 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન હવે 225 કરોડ 83 લાખ થઇ ગયું છે.

ઇતિહાસ રચવાથી નજીક છે એવેન્જર્સ એન્ડગેમ


ભારતમાં જંગલ બુકના પગલે આગળ વધતી ફિલ્મ જો બાકીના વર્કિંગ ડેઝમાં 25 કરોડ રૂપિયાના હિસાબે ચાલશે તો પણ વીકએન્ડ પહેલા 260 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે એક ઇતિહાસ હશે. એવેન્જર્સ એન્ડગેમને બીજા દિવસે 51 કરોડ 40 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું હતું.

આ પણ વાંચો : Avengers Endgame: જ્યારે બોલીવુડની ધૂન પર થિરક્યા એવેન્જર્સ

એવેન્જર્સ એન્ડગેમે કેટલીય મોટી ફિલ્મોને ધૂળ ચાટતી કરી દીધી છે. ફિલ્મ જે રીતે કલેક્શન કરી રહી છે તે બૉક્સ ઑફિસની મોટી ફિલ્મોના એક અઠવાડિયાના કલેક્શનને ઘણું વહેલું ક્રૉસ કરી જશે.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 05:28 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK