અર્શદ વારસીએ તેના આગામી પ્રોજેક્ટ માટે ગજબનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે
અર્શદ વારસી
અર્શદ વારસીએ તેના આગામી પ્રોજેક્ટ માટે ગજબનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. જોકે આ પ્રોજેક્ટનું નામ શું છે એના વિશે ચોક્કસ માહિતી નથી આપી. પોતાનો ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તેના મસલ્સ દેખાઈ રહ્યા છે. તેનું આવું ટ્રાન્સફૉર્મેશન જોઈને તેના ફૅન્સ ખૂબ ખુશ થયા છે. કોઈએ તેને હૉટ કહ્યો તો કોઈ સુપર બૉડી કહી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્શદ વારસીએ કૅપ્શન આપી હતી કે ‘હજી ખૂબ દૂર સુધી જવાનું છે, પરંતુ મારા આગામી પ્રોજેક્ટ માટે મારે શેપમાં આવવાનું છે.’