જુહીએ ન્યુ યૉર્કમાં યોજાયેલી અર્જુનની ગ્રૅજ્યુએશન સેરેમનીનો વિડિયો શૅર કર્યો છે.
જુહી ચાવલાનો દીકરો અર્જુન બન્યો કોલમ્બિયા યુનિવર્સિટીનો ગ્રૅજ્યુએટ
જુહી ચાવલા અને જય મહેતાના દીકરા અર્જુન મહેતાએ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે. જુહીએ ન્યુ યૉર્કમાં યોજાયેલી અર્જુનની ગ્રૅજ્યુએશન સેરેમનીનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કોલમ્બિયા યુનિવર્સિટીના હળવા વાદળી રંગના ગ્રૅજ્યુએટ ગાઉન અને ટોપી સાથે ડાર્ક રંગની ટાઈ પહેરેલો અર્જુન આત્મવિશ્વાસપૂર્વક સ્ટેજ તરફ આગળ વધતો જોવા મળે છે. આ ગૌરવભરી પળને ઑનલાઇન શૅર કરતાં જુહી ચાવલાએ વિડિયોને કૅપ્શન આપી હતી, ‘કોલમ્બિયાનું ગર્વભર્યું ગ્રૅજ્યુએશન.’ આ પહેલાં જુહી અને જયની દીકરી જાહ્નવી મહેતાએ પણ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું.
