Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ રેપિસ્ટ’ની બોલબાલા

‘ધ રેપિસ્ટ’ની બોલબાલા

16 October, 2021 06:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અપર્ણા સેનની આ મૂવીને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો પ્રતિષ્ઠિત અવૉર્ડ

અપર્ણા સેન

અપર્ણા સેન


અપર્ણા સેનની ‘ધ રેપિસ્ટ’ને બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કિમ જિસિયોક અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, અર્જુન રામપાલ અને તન્મય ધનાનિયા લીડ રોલમાં છે. તાજેતરમાં જ આ ફેસ્ટિવલમાં આયોજિત ‘અ વિન્ડો ઑન એશિયન સિનેમા’માં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. શુક્રવારે ૨૬મા બુસાન ઇન્ટરનૅશનલ  ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન થયુ છે. ૬ ફિલ્મોને પછાડીને ‘ધ રેપિસ્ટ’એ બાજી મારી લીધી હતી. આ સન્માન મળતાં અપર્ણા સેને કહ્યું હતું કે ‘મારા માટે આ અવૉર્ડ ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ઘણાં વર્ષો પહેલાં મેં બુસાનમાં એક જ્યુરી મેમ્બર તરીકે ફરજ બજાવી હતી. એ દરમ્યાન મને મિસ્ટર કિમને વ્યક્તિગત રીતે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. એશિયન સિનેમાને વિશ્વભરમાં પ્રમોટ કરવા માટે કિમના અથાક પ્રયાસોને હું જાણતી હતી. હું મારા પ્રોડ્યુસર્સ, અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને ક્વેસ્ટ ફિલ્મ્સનો આભાર માનું છું કે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને સપોર્ટ કર્યો. સાથે જ મારા ટૅલન્ટેડ કાસ્ટ અને ક્રૂનો પણ આભાર માનુ છું કે જેમણે મારા વિઝનને વાસ્તવિકતા આપી.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK