° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


બે કરોડનું દાન કર્યું અનુષ્કા-વિરાટે

08 May, 2021 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના સામે લડવા ફન્ડરેઝરની શરૂઆત કરીને સાત કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ

બે કરોડનું દાન કર્યું અનુષ્કા-વિરાટે

બે કરોડનું દાન કર્યું અનુષ્કા-વિરાટે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બે કરોડ રૂપિયાનું દાન કરવાની સાથે ફન્ડ એકઠું કરવાનું પણ શરૂ કર્યું છે. કોરોના સામે લડવા માટે તેઓ હવે નાણાકીય મદદ મળી રહે એ માટે ક્રાઉડ ફન્ડિંગ પ્લૅટફૉર્મ કીટો સાથે મળીને સાત કરોડ રૂપિયા ભેગા કરવાનું વિચારી રહ્યાં છે. આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘કોવિડની સેકન્ડ વેવમાં ઇન્ડિયા ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને એને કારણે આપણે ક્રાઇસિસમાં આવી ગયા છીએ. આપણે બધાએ સાથે મળીને જરૂરતમંદ લોકો માટે મદદ કરવાની જરૂર છે. લોકો જે રીતે સહન કરી રહ્યા છે એને જોઈને વિરાટને અને મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આશા છે કે આ પૈસા દ્વારા તેમને રાહત મળી રહેશે. દરેકની સેફ્ટી માટે અમે પ્રાથના કરી રહ્યાં છીએ. અમને આશા છે કે લોકોના જીવ બચાવવા માટે તમે પણ આ કાર્યમાં સાથ આપશો.’
આ વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આપણા દેશના ઇતિહાસમાં આપણે સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણો દેશ ઇચ્છે છે કે આપણે બધા સાથે મળીને શક્ય હોય એટલા લોકોનો જીવ બચાવીએ. છેલ્લા એક વર્ષથી લોકોને પીડાતા જોઈને મને અને અનુષ્કાને ખૂબ જ દયા આવી રહી છે. આ કોરોનાકાળમાં અમે શક્ય હોય એટલી મદદ કરતા આવ્યા છીએ અને આપણા દેશને પહેલાં કરતાં વધુ લોકોના સપોર્ટની જરૂર છે. અમે આ ફન્ડરેઝર ખૂબ જ કૉન્ફિડન્સની સાથે શરૂ કરી રહ્યાં છીએ કે અમને જાણ છે કે અમે એટલા પૈસા તો ભેગા કરીશું જેનાથી ઘણા લોકોને મદદ મળી રહેશે. આ ક્રાઇસિસમાં ઘણા લોકો મદદે આવશે એવી અમને આશા છે. આપણે બધા સાથે મળીને આ મહામારીમાંથી બહાર આવીશું.’

08 May, 2021 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી, હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા અને વધુ સમાચાર

18 June, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્કૂલ બિલ્ડિંગ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું અક્ષયકુમારે

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

18 June, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીના કપૂર ખાનનો વિરોધ કર્યો બજરંગ દળે

અભિનેત્રીને એક ફિલ્મ માટે સીતાનું પાત્ર ઑફર કરવામાં આવ્યું હોવાની વાતને લઈને એ ફિલ્મ વિશે બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે

18 June, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK