Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બબીલની ‘કાલા’ ફિલ્મ પર ફિદા થઈ ગ ઈ અનુષ્કા શર્મા

બબીલની ‘કાલા’ ફિલ્મ પર ફિદા થઈ ગ ઈ અનુષ્કા શર્મા

05 December, 2022 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે

બબીલ ખાન અને અનુષ્કા શર્મા

બબીલ ખાન અને અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માએ ઇરફાનના દીકરા બબીલ ખાનની પહેલી ફિલ્મ ‘કાલા’ની ભારોભાર પ્રશંસા કરી છે. આ સાઇકોલૉજિકલ ડ્રામાને અન્વિતા દત્તે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અનુષ્કા એક રેટ્રો ગીતમાં દેખાઈ રહી છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મની સ્ટોરી હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન જમાવી રાખવાની સ્ટ્રગલને દેખાડે છે, જેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે એક મા તેની દીકરીને પોતાના સ્વાર્થ માટે કળાના ક્ષેત્રમાં ઉતારે છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, સ્વસ્તિકા મુખરજી, અમિત સિયાલ, સમીર કોચર, ગિરીજા ઓક અને વરુણ ગ્રોવર લીડ રોલમાં છે. ફિલ્મની પ્રશંસા કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરીને અનુષ્કાએ લખ્યું કે ‘પોતાની માનું દિલ જીતવા માટે એક દીકરી તેની ઇચ્છાઓનું બલિદાન આપે છે. ‘કાલા’ કળાનું પ્રદર્શન છે. હાર્ટબ્રેકિંગની સાથે રોમાંચક પણ છે. રોમાંચક એટલા માટે કે દરેક સ્ટોરીને ખૂબ ઝીણવટપૂર્વક દેખાડવામાં આવી છે અને હાર્ટબ્રેકિંગ એટલા માટે કે કદી ન જોયા હોય એવા ઇમોશનલી અસ્થિર પેરન્ટ જોવા મળી રહ્યા છે. ડિરેક્ટર અન્વિતા દત્ત તારી સ્ટોરી કહેવાની રીત એટલી ખરી અને ઓરિજિનલ છે. તેં એક કવિની જેમ સ્ટોરી કહી અને એને પેઇન્ટિંગ કરી છે. તેં આ ફિલ્મને ખૂબ ઉત્તમતાથી દેખાડી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK