Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Video : અનુષ્કાએ હાથ બાંધીને વિરાટને ઉપાડી લીધો, કોહલીએ કહ્યું આ...

Viral Video : અનુષ્કાએ હાથ બાંધીને વિરાટને ઉપાડી લીધો, કોહલીએ કહ્યું આ...

07 April, 2021 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં અનુષ્કા પતિ વિરાટ કોહલીને ઉપાડવાનો પ્રયત્ન કરી રહી છે. તે એક નહીં બે વાર વિરાટને ઉપાડી લે છે.

વિરુષ્કા

વિરુષ્કા


એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને કંઇક ને કંઇક પોસ્ટ કરવાનો સિલસિલો જાળવી રાખે છે. ક્યારેક પોતાની દીકરી સાથે સુંદર તસવીરો શૅર કરે છે તો ક્યારેક વિરાટ સાથે ક્વૉલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરતી જોવા મળે છે. પણ આ વખતે એક્ટ્રેસનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. અનુષ્કાએ આ વખતે પોતાની Bicepsની ક્ષમતા પણ બતાવી છે.

અનુષ્કાએ વિરાટને કર્યો લિફ્ટ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં અનુષ્કા પતિ વિરાટ કોહલીને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. તે એક નહીં બે વાર ઉઠાવી લે છે. આ વીડિયો જોઇને તમામ ચાહકો ચોંકી ગયા છે અને અનુષ્કાની તાકાતના વખાણ કરી રહ્યા છે. આમ તો વીડિયોમાં અનુષ્કા અને વિરાટ વચ્ચેની સુંદર કેમિસ્ટ્રિ પણ જોવા મળે છે. જ્યારે પહેલી વાર અનુષ્કા, વિરાટને ઉઠાવે છે, ત્યારે એક્ટ્રેસ પોતે જ ક્રિકેટને કહે છે કે તે પોતાને ન ઉછાવે, એવામાં તે બીજીવાર ટ્રાય કરતા પોતાનો પાવર બતાવે છે, તે ફક્ત વિરાટને આરામથી લિફ્ટ કરી લે છે પણ પછી પોતાના Bicepsને શાબાશી આપતી પણ દેખાય છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કાની તાકત જોઇને દંગ રહી ગયા બધા
આ વીડિયો શૅર કરતા અનુષ્કા લખે છે કે, "શું હું કરી શકી?" હવે જ્યારે અનુષ્કાએ કૅપ્શનમાં પ્રશ્ન પૂછી લીધો છે, એવામાં ફેન્સ પણ તેના પ્રશ્નનો જવાબ આપતા દેખાય છે. બધાએ એક સુરમાં એક જ કહ્યું કે અનુષ્કાની તાકાત બેમિસાલ છે અને બન્નેની જોડી પણ શાનદાર જોવા મળે છે. આ વીડિયોને શૅર કરતા વધારે સમય નથી થયો, પણ અત્યારથી આ ટૉપ પર ટ્રેન્ડ કરવાનો સિલસિલો જરૂર શરૂ થઈ ગયો છે. આ પહેલા પણ અનુષ્કાની તરફથી એવી પોસ્ટ શૅર કરવામાં આવી છે. તેનો આ અંદાજ તેના ફૅન્સમાં પણ ફેવરેટ બનાવે છે.


અનુષ્કા કરી રહી છે ફિલ્મોમાં કમબૅક
જણાવવાનું કે હવે અનુષ્કા શર્મા ફક્ત પોતાનું મધરહુડ એન્જૉય નથી કરી રહી. હવે અભિનેત્રી ફરી પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત પણ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસને એક એડ શૂટ કરવા માટે જતી જોવા મળી હતી. તેનું આ જ વર્ક કમિટમેન્ટ જોઇને કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે હવે ટૂંક સમયમાં ફિલ્મી પડદે પણ કમબૅક કરતી જોવા મળી શકે છે. તે ફરી એકવાર પોતાની એક્ટિંગથી લોકોના મન પર રાજ કરતી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK