Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘છકડા એક્સપ્રેસ...’નું શૂટિંગ શરૂ કરવાની ખુશી છે અનુષ્કા શર્માને

‘છકડા એક્સપ્રેસ...’નું શૂટિંગ શરૂ કરવાની ખુશી છે અનુષ્કા શર્માને

20 June, 2022 02:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરી વામિકાનાં જન્મ બાદ ‘છકડા એક્સપ્રેસ’ આ તેની પહેલી ફિલ્મ છે

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


ફૅમિલી વેકેશન પરથી પાછી ફરેલી બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ‘છકડા એક્સપ્રેસ’નું શૂટિંગ શરૂ કરીને ખુશખુશાલ થઈ ગઈ છે. તે છેલ્લે ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ ફિલ્મમાં દેખાઈ હતી. દીકરી વામિકાનાં જન્મ બાદ ‘છકડા એક્સપ્રેસ’ આ તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ઝુલન ગોસ્વામીની પ્રેરણાદાયી યાત્રા પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક મહિલા દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકૉર્ડ ઝુલનના નામે છે. ભારત માટે ક્રિકેટ રમવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તે સ્ત્રીઓ પ્રતિ પૂર્વગ્રહ ધરાવતી દ્વેષપૂર્ણ રાજનીતિ દ્વારા ઊભા કરવામાં આવેલા અવરોધો છતાં આગળ વધે છે. તે પોતાના ધ્યેયમાં સફળ રહે છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન બને છે તથા દેશના મહત્ત્વાકાંક્ષી ક્રિકેટર્સ માટે રોલ મૉડલ બની છે. ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કાએ તેની વૅનિટી વૅનનો વિડિયો અને તેના ક્લૅપ બોર્ડનો ફોટો શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે, ‘હું જ્યાં છું ત્યાં પાછી ફરી છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK