Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળકો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો અનુપમ ખેરે

બાળકો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો અનુપમ ખેરે

22 March, 2021 01:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો અનુપમ ખેરે

બાળકો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો અનુપમ ખેરે

બાળકો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો અનુપમ ખેરે


અનુપમ ખેરે ગઈ કાલે પોતાનો બર્થ-ડે નાનાં બાળકો સાથે બ્રેકફાસ્ટ કરીને સેલિબ્રેટ કર્યો હતો. અનુપમ ખેરનો જન્મ ૧૯૫૫ની ૭ માર્ચે થયો હતો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી સૌકોઈ તેમને શુભકામના આપી રહ્યા છે. પોતાની ઍક્ટિંગ માટે તેમને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે. નાનાં બાળકોની કંપનીનો તેમણે ખૂબ આનંદ લીધો હતો. એનો વિડિયો અને ફોટો તેમણે શૅર કર્યો હતો. બાળકો સાથે અનુપમ ખેર પણ બાળક બનીને નાચે છે. તેમની સાથેના ફોટો અને વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘આ વિડિયો અને ફોટો જુઓ તો તમને પણ ખ્યાલ આવશે કે ખુશી અને આનંદ શું હોય છે. આ મારા બેસ્ટ બર્થ-ડે ફ્રેન્ડ્સ છે. આ બાળકોને હું ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારો બર્થ-ડે ખૂબ સ્પેશ્યલ બનાવી દીધો હતો. આનાથી વધુ શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે કે હું મારો બર્થ-ડે મૉર્નિંગનો બ્રેકફાસ્ટ મારા આ બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે કરી રહ્યો છું. કોહિનૂર, ભારતી, રાહુલ, સાક્ષી, દિવ્યા, દર્શના, યોગેશ અને આર્યા. અમે એકબીજાને અતિશય ખુશ કર્યાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2021 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK