Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુ કપૂરનો સામાન ફ્રાન્સમાં ચોરાઈ ગયો

અનુ કપૂરનો સામાન ફ્રાન્સમાં ચોરાઈ ગયો

22 June, 2022 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુ કપૂર તેમની યુરોપની ટૂર પર હતા અને તેમની સાથે એક અપ્રિય ઘટના ઘટી છે.

અનુ કપૂર

અનુ કપૂર


અનુ કપૂર તેમની યુરોપની ટૂર પર હતા અને તેમની સાથે એક અપ્રિય ઘટના ઘટી છે. તેમનો કીમતી સામાન ફ્રાન્સમાં ચોરી થઈ ગયો છે. તેમનો સામાન કેવી રીતે ચોરી થઈ ગયો એ આખી ઘટના તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો દ્વારા શૅર કરી છે. એ વિડિયોમાં અનુ કપૂર કહી રહ્યા છે કે ‘ફ્રાન્સમાં અમે અમારો સામાન ચડાવી રહ્યા હતા 
અને એ વખતે કેટલાક લોકો મદદ કરવાના બહાને આગળ આવ્યા હતા. મારી બૅગ ચોરી કરીને તેઓ લઈ 
ગયા જેમાં ઘણાબધા સ્વિસ ફ્રૅન્ક 
અને યુરો કૅશ હતા. એમાં મારું 
આઇપૅડ, મારી ડાયરી અને મારું ક્રેડિટ કાર્ડ હતું. એ બધું જ તેઓ ચોરીને લઈ ગયા. તમે જ્યારે પણ ફ્રાન્સ આવો તો સાવધ રહેજો, કેમ કે અહીં ખિસ્સાકાતરુ, છેતરનારા અને ચોર લોકો ઘણાબધા છે. હવે પૅરિસ જઈને હું પોલીસ-ફરિયાદ દાખલ કરીશ. અહીં રેલવેના અધિકારીઓએ પણ મારી સાથે આવીને થોડી ઘણી મદદ કરી હતી. તમે જ્યારે ફ્રાન્સ આવો ત્યારે ચોરોથી સાવધાન રહેજો. મારી સાથે ખૂબ મોટી ટ્રૅજેડી થઈ ગઈ છે. એ તો સારું છે કે પાસપોર્ટ મારી પાસે હતો, પરંતુ મારાં ક્રેડિટ કાર્ડ અને કૅશ ચોરાઈ ગયાં. એથી મેં વિચાર્યું કે લોકોને સાવધ કરી દઉં કે ફ્રાન્સમાં જાઓ તો હોશિયાર રહેજો.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK