° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


SSR Death Anniversary : સુશાંતની યાદમાં અંકિતા લોખંડેએ કર્યો હવન

14 June, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

"અંકિતા જાણે છે કે સુશાંતની પુણ્યતિથિ આવી ગઈ, આ માટે તે પબ્લિસિટી માટે આ બધું કરી રહી છે. આ પહેલા તે ગાયબ થઈ ગઈ અને હવે 14 જૂનથી બરાબર પહેલા પાછી આવી ગઈ છે."

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 14 જૂન 2021 સોમવારે આજે પહેલી પુણ્યતિથિ છે. એક વર્ષ પહેલા આજના જ દિવસે સુશાંતનો મૃતદેહ તેના બેડરૂમમાં પંખા સાથે લટકાયેલો મળ્યો હતો. સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ તેમના ચાહકો સ્મૃતિઓને આધારે પોતાના ફેવરિટ એક્ટરને યાદ કરી રહ્યા છે, તો ચર્ચામાં અંકિતા લોખંડે (Ankita Lokhande) પણ છે. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બરાબર 10 દિવસ પહેલા આ જાહેરાત કરી હતી કે તે ઇન્સ્ટાગ્રામ પરથી થોડાક સમય માટે બ્રેક લઈ રહી છે. પણ સુશાંતની પુણ્યતિથિ પહેલા તે સોશિયલ મીડિયા પર પાછી આવી છે. અંકિતાએ જ્યાં એક તરફ સુશાંતની સ્મૃતિઓમાં હવન કર્યો છે, તો તેણે પોતાના મંગેતર વિકી જૈન સાથે વરસાદ એન્જૉય કરતા કેટલીક તસવીરો પણ શૅર કરી છે. અંકિતાને આ રીતે જોઇને જ્યાં કેટલાય ચાહકોએ તેને ટ્રોલ કરી છે, તો કેટલાક યૂઝર્સે લખ્યું છે કે તેમને આ બધું જોઇને સુશાંતની વધારે યાદ આવી રહી છે.

અંકિતા લોખંડેએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે હવન કરતી જોવા મળે છે. સમજાઇ રહ્યું છે કે સુશાંતની પુણ્યતિથિ પહેલા આ હવન અંકિતાએ તેના માટે જ કર્યો છે. જોકે, તે આને લઈને પણ ટ્રોલ થઈ રહી છે. કેટલાય યૂઝર્સે કૉમેન્ટમાં લખ્યું છે, "અંકિતા જાણે છે કે સુશાંતની પુણ્યતિથિ આવી ગઈ, આ માટે તે પબ્લિસિટી માટે આ બધું કરી રહી છે. આ પહેલા તે ગાયબ થઈ ગઈ અને હવે 14 જૂનથી બરાબર પહેલા પાછી આવી ગઈ છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

`પવિત્ર રિશ્તા`ના સેટ પર થઈ હતી સુશાંત સાથે મુલાકાત
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત ટેલીવિઝન શૉ `પવિત્ર રિશ્તા`ના સેટ પર થઈ હતી. પડદા પર `માનવ અને અર્ચના`ની જોડી તો હિટ હતી જ, પણ રિયલ લાઇફમાં પણ બન્નેની લવસ્ટોરી ખૂબ જ લોકપ્રિય બની હતી. બન્ને લગભગ 6 વર્ષ સુધી એક-બીજા સાથે રિલેશનમાં હતા. જો કે, પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. 14 જૂન 2020ના જ્યારે સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા તો લગભગ એક મહિના પછી અંકિતાએ આ મામલે મૌન તોડ્યું હતું.

અત્યાર સુધી નથી ઉકેલાયું સુશાંતના મૃત્યુનું રહસ્ય
સુશાંતના નિધનનું રહસ્ય અત્યાર સુધી ઉકેલાયું નથી. સીબીઆઇ જ્યાં મૃત્યુ મામલે તપાસ કરી રહી છે, તો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની તપાસ પણ મૃત્યુ મામલે ડ્રગ્સ કનેક્શનને લઈને જાહેર છે. તાજેતરમાં એનસીબીએ આ કેસમાં સુશાંતના એક્સ ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણીની ધરપકડ કરવામાં આવી છે. પિઠાણી હાલ ન્યાયિક અટકમાં છે.

14 June, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘લોકો પાસે કામ ન હોવાથી કંઈ પણ કમેન્ટ કરે છે’

સુનીલ પાલે કરેલી વાંધાજનક ટિપ્પણી વિશે જવાબ આપતાં આવું કહ્યું મનોજ બાજપાઈએ

31 July, 2021 04:38 IST | Mumbai | Agency
બૉલિવૂડ સમાચાર

પોતાના દરેક કૅરૅક્ટરમાંથી કંઈક ને કંઈક શીખી છે વિદ્યા બાલન

તમે એ વ્યક્તિનું જીવન દોઢ મહિનો કે પછી બે મહિના માટે જીવો છો અને તમે ખૂબ પહેલેથી જ તૈયારી કરતા હો છો. એથી હું હંમેશાં કોઈ એક કૅરૅક્ટર સાથે ચાર મહિનાઓ સુધી રહું છું.

31 July, 2021 04:34 IST | Mumbai | Agency
બૉલિવૂડ સમાચાર

વૅક્સિન માટે લોકોને જાગૃત કરવા છતાં પણ કેમ ટ્રોલ કરવામાં આવી કીર્તિ કુલ્હારીને?

આ એક નકલી ઇન્જેક્શન છે જેનો અમે શૂટ માટે ઉપયોગ કર્યો હતો. આ વિડિયો માત્ર ફન પૂરતો હતો, પરંતુ સાથે જ અમે વૅક્સિન લેવા માટે લોકોને અગત્યનો મેસેજ આપી રહ્યા છે.’

31 July, 2021 04:31 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK