Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ઍનિમલ’ બધાં ઇમોશન્સથી ભરપૂર છે : ભૂષણ કુમાર

‘ઍનિમલ’ બધાં ઇમોશન્સથી ભરપૂર છે : ભૂષણ કુમાર

27 May, 2022 04:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારી કન્ટેન્ટવાળી ફિલ્મોને રિલીઝ કરવા માટે તમારે યોગ્ય પ્લૅટફૉર્મની પસંદગી કરવી પડે.’

‘ઍનિમલ’ બધાં ઇમોશન્સથી ભરપૂર છે : ભૂષણ કુમાર

‘ઍનિમલ’ બધાં ઇમોશન્સથી ભરપૂર છે : ભૂષણ કુમાર


રણબીર કપૂરની આગામી ‘ઍનિમલ’માં તમામ પ્રકારનાં ઇમોશન્સ જોવા મળશે એવું ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે જણાવ્યું છે. હાલમાં તો ‘ભૂલભુલૈયા 2’ની સફળતાનો આનંદ ભૂષણ કુમાર લઈ રહ્યો છે. ‘ઍનિમલ’માં રણબીરની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ જોવા મળશે. પ્રોડ્યુસર મુરાદ ખેતાની પણ મનોરંજક સિનેમામાં માને છે. એ વિશે મુરાદે કહ્યું કે ‘દર્શકોને મનોરંજન જોઈએ છે. અમે પણ સારી ફિલ્મો બનાવી રહ્યા છીએ પરંતુ મને એ વાતની ખાતરી નથી કે દર્શકો થિયેટર્સમાં જઈને ફિલ્મ જોશે. સારી કન્ટેન્ટવાળી ફિલ્મોને રિલીઝ કરવા માટે તમારે યોગ્ય પ્લૅટફૉર્મની પસંદગી કરવી પડે.’
‘ઍનિમલ’ને સંદીપ રેડ્ડી વેન્ગા ડિરેક્ટ કરી રહ્યો છે. એ વિશે ટી-સિરીઝના ભૂષણ કુમારે કહ્યું કે ‘એની સ્ક્રિપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે અને મોટી સ્ક્રીન માટે જરૂરી તમામ પરિબળો જેવાં કે હીરોઇઝમ, મ્યુઝિક, એન્ટ્રી, ઇન્ટરવલ બ્લૉક, મા-બાપનાં ઇમોશન્સ, સ્કેલ અને ઍક્શન બધું જ જોવા મળશે. સંદીપ રેડ્ડી વેન્ગા સાઉથમાંથી આવ્યો હોવા છતાં પણ તે હિન્દી ભાષા બોલતા દર્શકોની સંવેદનાને સારી રીતે સમજે છે. ખરેખર તો ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં જે પ્રકારે ફિલ્મો બનતી હતી એની સમજદારીનો સુમેળ તેમનામાં દેખાય છે. સાઉથ ઇન્ડસ્ટ્રી એ ફિલ્મોને રી-પૅકેજિંગ કરી રહી છે અને એને ભવ્ય સ્તરે બનાવે છે. એવું આપણે નથી કરતા.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK