Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આનંદ પંડિતની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, સુપરસ્ટાર ઉપેન્દ્ર સ્ટારર `કબઝા`નું ટ્રેલર રિલીઝ 

આનંદ પંડિતની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, સુપરસ્ટાર ઉપેન્દ્ર સ્ટારર `કબઝા`નું ટ્રેલર રિલીઝ 

02 December, 2022 05:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે

આનંદ પંડિત

આનંદ પંડિત


ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે. સુપરસ્ટાર ઉપેન્દ્ર દ્વારા અભિનીત કન્નડ એક્શન થ્રિલર ફિલ્મ `કબઝા`નું નિર્માણ કરીને દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ કરી રહ્યા છે.
 
નિર્માતા અને દિગ્દર્શક આર ચંદ્રુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કેવી રીતે એક સ્વાતંત્ર્ય સેનાનીનો પુત્ર દુર્ભાગ્યપૂર્ણ સંજોગોને કારણે ક્રાઈમ માફિયામાં પ્રવેશ કરે છે અને એક શક્તિશાળી ગેંગસ્ટર બની જાય છે તેની વાર્તા વર્ણવે છે.

આ ફિલ્મ સંદર્ભે વાત કરતાં નિર્માતા આનંદ પંડિતએ કહ્યું કે, “મારા માટે એક એવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવો એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, જેની મેં દૂરથી જ પ્રશંસા કરી છે. કન્નડ સિનેમા મજબૂતીથી વિકસ્યું છે અને તેની તાજેતરની સફળતાઓ એ કોઈ સંયોગ નથી, પરંતુ દર્શકો આજે ખરેખર શું ઇચ્છે છે તેની સૂક્ષ્મ સમજનું પરિણામ છે. લોકો સંબંધિત વાર્તાઓ, અદભૂત કલાકારો અને સ્ટાર્સ કે જેઓ તે પાત્રોને ન્યાય આપે છે. મને આનંદ થાય છે કે હું ઉપેન્દ્ર જેવા સુપરસ્ટાર સાથે કન્નડમાં મારૂ પદાર્પણ કરી રહ્યો છું, જેમણે દાયકાઓથી સતત હિટ ફિલ્મો આપી છે અને ખૂબ જ પ્રશંસા મેળવી છે.” 



ફિલ્મનું હિન્દી ટીઝર, આ અઠવાડિયાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. (ફિલ્મનું ટ્રેલર તમે આર્ટિકલના અંતમાં જોઈ શકો છો) તાજેતરમાં આવેલી કન્નડ ફિલ્મ `કાંતારા` કન્નડ સિનેમાને અભૂતપૂર્વ સ્તરે ઉપર લઇ ગઇ છે અને આ ફિલ્મો ન માત્ર ભારતમાં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આનંદ પંડિતે વધુમાં કહ્યું કે  હું એવી વાર્તાને સમર્થન આપવા માટે ખૂબ જ ખુશ છું કે જે મને લાગે છે કે તે દેશભરમાં અને વિદેશોમાં પણ જબરદસ્ત સફળતા મેળવશે.


ફિલ્મના નિર્દેશક આપ ચંદ્રુએ કહ્યું કે "આનંદ સર જેવા જાણીતા નિર્માતા અને વિતરકના પીઠબળથી મને ખાતરી છે કે મૂવી વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચશે અને વ્યાપક રીતે લોકો દ્વારા સ્વીકારવામાં આવશે. ક્રાઈમ થ્રિલરનું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ દ્વારા શ્રી સિદ્ધેશ્વર એન્ટરપ્રાઈઝ અને અલંકાર પાંડિયન સાથે મળીને કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન આર. ચંદ્રુ દ્વારા કરવામાં આવ્યું છે.

 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anand Pandit (@anandpandit)

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2022 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK