આ ફિલ્મમાં વીસમી સેન્ચુરીના બ્રિટિશ ઇન્ડિયા વિલેજ મહારાષ્ટ્રના તુમ્બડની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને ઘણા અવૉર્ડ્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી હતી.
આનંદ ગાંધી
આનંદ ગાંધી હવે તેની નવી ફિલ્મ ‘વાઇલ્ડ બીસ્ટ’ લઈને આવી રહ્યો છે. ૨૦૧૮માં આવેલી તેની હૉરર ફૅન્ટસી મૂવી ‘તુમ્બડ’ને ત્રણ વર્ષ થયાં છે. આ ફિલ્મમાં વીસમી સેન્ચુરીના બ્રિટિશ ઇન્ડિયા વિલેજ મહારાષ્ટ્રના તુમ્બડની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને ઘણા અવૉર્ડ્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી હતી. આ વિશે વાત કરતાં આનંદ ગાંધીએ કહ્યું હતું કે ‘મેં મારી લાઇફના સૌથી મહત્ત્વના વર્ષને ‘તુમ્બડ’ બનાવવા પાછળ લગાવ્યાં હતાં અને એનાથી મારી લાઇફ બદલાઈ ગઈ હતી. એનાથી મને મારી ઍન્ગ્ઝાયટી વિશે ફિલ્મ દ્વારા કહેવાની શીખ મળી હતી. હવે હું મારી આગામી હૉરર સ્ટોરી ‘વાઇલ્ડ બીસ્ટ’ પર કામ કરી રહ્યો છું.’