Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમને ખબર છે આ તસવીરમાં કેટલા વાઘ છે? બોલીવુડના સિતારાઓ શોધે છે જવાબ

શું તમને ખબર છે આ તસવીરમાં કેટલા વાઘ છે? બોલીવુડના સિતારાઓ શોધે છે જવાબ

28 July, 2020 09:25 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શું તમને ખબર છે આ તસવીરમાં કેટલા વાઘ છે? બોલીવુડના સિતારાઓ શોધે છે જવાબ

આ તસવીરમાં તમને કેટલા વાઘ દેખાય છે?

આ તસવીરમાં તમને કેટલા વાઘ દેખાય છે?


બુધવારે ટ્વિટર પર એક યૂઝરે એક એવી તસવીર શૅર કરી છે, જેણે બોલીવુડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન સહિત અનેક સિતારાઓને આ વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે. શું તમને ખબર છે આ પ્રશ્નનો જવાબ...?

હાલ બધાં લોકો પોતાના ઘરોમાં છે અને પોતાને એન્ટરટેઇન કરવા જુદાં જુદાં પ્રયત્નો કરી રહ્યા છે. એવામાં બોલીવુડના અનેક સિતારાઓને પોતાનો સમય પસાર કરવા માટે એક નવી રમત મળી ગઈ છે. આ રમત છે, નવો કોયડો જેને અમિતાભ બચ્ચનથી લઈને દીયા મિર્ઝા સહિત બોલીવુડના અનેક સિતારા સોલ્વ કરવામાં લાગ્યા છે. બુધવારના ટ્વિટર પર એક યૂઝરે એક એવી તસવીર શૅર કરી છે, જેમાં છુપાયેલા ટાઇગર શોધવામાં બધાં લાગી ગયા છે. આ તસવીર બાબતે પોતે અમિતાભ બચ્ચને પણ પોતાનો જવાબ લખ્યો છે.




હકીકતે જંગલ જેવું દ્રશ્ય દર્શાવતી આ તસવીરમાં વાઘ કેટલા દેખાય છે તે પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્ન સાંભળતાં જ દરેક પોત-પોતાની રીતે વાઘ શોધીને જવાબ આપે છે. શરૂઆતમાં તો આ તસવીરમાં ફર્ત 4 જ ટાઇગર દેખાય છે, પણ જો તમે ધ્યાનથી જોશો તો તમને અહીં વધુ અનેક વાઘ દેખાશે.


અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેમને આ તસવીરમાં 11 વાઘ દેખાયા છે, જ્યારે દીયા મિર્ઝાને આ તસવીરમાં 16 ટાઇગર દેખાયા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને અત્યાર સુધી આ તસવીરને 3900 લાઇક્સ મળી ચૂક્યા છે.

 

હવે આ પ્રશ્નનો સાચો જવાબ તો તમારે જાતે જ શોધવો પડશે. તમે પણ જુઓ અને જણાવો કે આ તસવીરમાં તમને કેટલા વાઘ દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 09:25 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK