° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


કોરોના કાળમાં અમિતાભ બચ્ચને આપ્યું 2 કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ રકમ

10 May, 2021 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા આ દાનની માહિતી દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને આપી છે. મનજિંદરે ટ્વીટમાં લખ્યું, "સિખ લેજેન્ડરી છે. સિખોની સેવાને સલામ."

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

બૉલિવૂડના મહાનાયકે કોવિડના મુશ્કેલ સમયમાં દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોવિડ સેન્ટરને 2 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. દેશે જ્યારે-જ્યારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે ત્યારે ત્યારે અમિતાભ બચ્ચન ડોનેશન કે કોઇ અન્ય પ્રકારની મદદ કરવા માટે આગળ આવે છે. હવે તેમના તરફથી આ મદદની મોટી જાહેરાત કરવામાં આવી છે.

ક્યાં ખર્ચ થશે આ રકમ?
અમિતાભ બચ્ચન દ્વારા ડોનેટ કરવામાં આવેલી રકમનો ઉપયોગ વિદેશમાંથી ઑક્સીજન સિલેન્ડર ખરીદવામાં કરવામાં આવશે. અમિતાભ (Amitabh Bachchan) દ્વારા કરવામાં આવેલા આ ડોનેશનની માહિતી દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને આપી છે. મનજિંદરે ટ્વીટ કરીને લખ્યું, "સિખ લિજેન્ડરી છે. સિખોની સેવાને સલામ. આ અમિતાભ બચ્ચનના શબ્દ છે."

રોજ ફોન કરીને કરે છે પૃચ્છા
તેમણે લખ્યું, "અમિતાભ બચ્ચનજીએ શ્રી ગુરુ તેગ બહાદુર કોવિડ સેન્ટર ફેસિલિટીને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એક તરફ જ્યાં દિલ્હી ઑક્સીજન માટે તરફડડી રહી છે તો અમિતાભ બચ્ચન લગભગ રોજ મને ફોન કરીને ફેસિલિટીમાં ચાલતા પ્રૉગ્રેસ વિશે પૂછે છે." જણાવવાનું કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આ પહેલા પણ કેટલીય વાર મદદ માટે પહેલ કરી ચૂક્યા છે. જ્યારે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે.

ટૂંક સમયમાં જ દેખાશે KBCમાં
ઉંમરના આ પડાવ પર આવ્યા પછી પણ અમિતાભ બચ્ચન પોતાના વર્કફ્રન્ટ પર ખૂબ જ એક્ટિવ છે. એક તરફ જ્યારે તેમના ફિલ્મો આવવા માટે તૈયાર છે તો કેટલુંક શૂટિંગ બાકી છે. બીજી તરફ જ્યારે ફરી એક વાર તેઓ નાના પડદે કમબૅક કરવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા લોકપ્રિય શૉ કોન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને બિગ બી ટૂંક સમયમાં જ ફરી એકવાર ટીવી પર કમબૅખ કરશે.

10 May, 2021 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Mumbai:કંગનાની વધી મુશ્કેલીઓ, પાસપૉર્ટ રિન્યૂને લઈને બૉમ્બે HC પહોંચી અભિનેત્રી

કૉર્ટમાં અરજી કરતા કહ્યું કે બાન્દ્રા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ટ્વીટ અને દેશદ્રોગ માટે નોંધાયેલી એફઆઇઆરને કારણે પાસપૉર્ટ ઑથૉરિટી આ અંગે વાંધો ઉઠાવી રહ્યા છે.

15 June, 2021 11:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લાઇફનો અર્થ પણ સુશાંત તેની સાથે લઈ ગયો છે: રિયા ચક્રવર્તી

સુશાંતના સુસાઇડ માટે ઘણા લોકોએ તેની ગર્લફ્રેન્ડ રિયાને કસૂરવાર ગણી હતી

15 June, 2021 09:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કાદવમાં રગદોળાઈ ઉર્વશી

અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે

15 June, 2021 09:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK