° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે ગુરદ્વારામાં બે કરોડનું દાન કર્યું અમિતાભ બચ્ચને

11 May, 2021 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હોવાથી બિગ બીએ પોતાના દ્વારા કરવામાં મદદની વિગત જાહેર કરી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કોરોનામાં લોકોની મદદ માટે બે કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રોહિત શેટ્ટીએ હાલમાં જ દિલ્હીમાં ગુરુ તેગબહાદુર કોવિડ સેન્ટરમાં ૨૫૦ હૉસ્પિટલ બેડની મદદ કરી છે. તેના બાદ અમિતાભ બચ્ચને પણ સિખ કમ્યુનિટી દ્વારા કરવામાં આવી રહેલી મદદ જોઈને તેમના દ્વારા લોકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેઓ આ મદદ વિશે લોકો સમક્ષ જણાવવા નહોતા માગતા, પરંતુ તેમને અને તેમની ફૅમિલીને લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હતી. લોકો તેમને કહી રહ્યા હતા કે તેઓ મદદ કેમ નથી કરી રહ્યા. આ વિશે સાંભળીને અમિતાભ બચ્ચને બ્લૉગ પર તમામ માહિતી આપી હતી. આ વિશે જણાવીને પણ તેમને શરમ આવી રહી હતી, પરંતુ સોશ્યલ મીડિયા પર લોકોને ચૂપ રાખવા માટે આ જણાવવું તેમના માટે જરૂરી હતું. તેમણે અત્યાર સુધી ૧૫૦૦ ખેડૂતોની બૅન્ક લોન ચૂક્વીને તેમને સુસાઇડ કરતા બચાવ્યા છે.

તેમણે ગયા વર્ષે ઇન્ડિયામાં ચાર લાખ લોકોને એક મહિના સુધી ભોજન પૂરું પાડ્યું હતું જેમાંથી પાંચ હજાર મુંબઈના હતા. તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે માસ્ક, પી.પી.ઈ. યુનિટ જેવી વગેરે મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે ૩૦ બસ બુક કરી હતી જેમાં ઓવરનાઇટ ટ્રાવેલ માટે ભોજન અને પાણી આપવામાં આવ્યું હતું. તેમ જ જેમની પાસે પગમાં પહેરવા કંઈ નહોતું તેમને એની સહાય પણ કરવામાં આવી હતી. ૨૮૦૦ લોકોને મુંબઈથી ઉત્તર પ્રદેશ મોકલવા માટે તેમણે ટ્રેન પણ બુક કરી હતી.

જોકે ઉત્તર પ્રદેશની સરકારે ટ્રેનને આવવા માટે પરવાનગી ન આપતાં તેમણે તરત ત્રણ ઇન્ડિગો ફ્લાઇટ બુક કરી હતી. દરેકમાં ૧૮૦ પૅસેન્જરને મોકલવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ દ્વારા તેમણે લોકોને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર મોકલ્યા હતા. તેમણે બીએમસીને ૨૦ વેન્ટિલેટર્સની મદદ કરી છે. તેમ જ દિલ્હી સિખ ગુરદ્વારા મૅનેજમેન્ટ કમિટી દ્વારા રકાબગંજ સાહિબ ગુરદ્વારામાં શરૂ કરવામાં આવેલી કોવિડ ફૅસિલિટીમાં પણ દાન કર્યું છે. આ સાથે જ મા-બાપને ખોનાર બે બાળકોની દસમા ધોરણ સુધીના અભ્યાસની તમામ જવાબદારી તેમણે ઉઠાવી છે.

11 May, 2021 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ જેલમાં, સોસાયટીમાં ગેરવર્તણુકથી પોલીસે કરી ધરપકડ

અમદાવાર પોલીસે બૉલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. સોસાયટીમાં ગેરવર્ણુક કરવા જેવા અનેક આક્ષેપ તેના પર કરવામાં આવ્યાં છે.

25 June, 2021 02:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆ

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

25 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખતાં ડિપ્રેશનનો શિકાર બની હતી કીર્તિ

કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.

25 June, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK