Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિગ બીએ મુંબઈમાં ખરીદી 12,000 ફૂટની નવી પ્રોપર્ટી, શહેરમાં પહેલેથી જ છે 6 બંગલા

બિગ બીએ મુંબઈમાં ખરીદી 12,000 ફૂટની નવી પ્રોપર્ટી, શહેરમાં પહેલેથી જ છે 6 બંગલા

19 September, 2022 08:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિતાભ બચ્ચને ગયા વર્ષે અભિનેત્રી કૃતિ સેનનને તેમનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે આપ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મુંબઈમાં 12000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી પ્રોપર્ટી ખરીદી છે. તેમણે આ પ્રોપર્ટી પાર્થેનોન સોસાયટીના 31મા માળે ખરીદી છે. આ વાતની પુષ્ટિ કરતા તેમની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “બિગ બી અહીં નહીં હોય.” તેમણે આ પ્રોપર્ટી રોકાણ માટે ખરીદી છે.

બિગ બીના મુંબઈમાં 6 બંગલા છે



અમિતાભ બચ્ચન પાસે પહેલાંથી જ મુંબઈમાં 6 બંગલા છે. તે પોતાના પરિવાર સાથે 10 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા પહેલા `જલસા`માં રહે છે. બીજો બંગલો `પ્રતિક્ષા` છે, જ્યાં તે `જલસા`માં શિફ્ટ થતાં પહેલાં તેના માતા-પિતા સાથે રહેતા હતા. ત્રીજો બંગલો `જનક` છે, જ્યાં તેમની ઑફિસ છે અને ચોથો બંગલો `વત્સ` છે. આ બધા સિવાય 2013માં પણ તેણે `જલસા`ની પાછળ જ 60 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. છઠ્ઠી મિલકત, જે તેમણે ગયા વર્ષે ખરીદી હતી.


અમિતાભે કૃતિ સેનનને ઘર ભાડે આપ્યું છે

અમિતાભ બચ્ચને ગયા વર્ષે અભિનેત્રી કૃતિ સેનનને તેમનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે આપ્યો હતો. આ ઘર કૃતિએ 2 વર્ષના કરાર પર ભાડે લીધું છે. આ ડુપ્લેક્સ લોખંડવાલા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગના 27માં અને 28મા માળે છે.


`ગુડ બાય`માં રશ્મિકા સાથે જોવા મળશે બિગ બી

અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`માં જોવા મળ્યા હતા. 410 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 360 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બિગ બીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ રશ્મિકા મંદન્ના સાથે `ગુડ બાય`માં જોવા મળશે. આ ફિલ્મ 7 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: Zwigato Trailer: કપિલ શર્માની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ, જુઓ કૉમેડી કિંગનો લુક

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 08:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK