હું એમાંથી ખૂબ જ જલદી સારો અને સાજો થઈને આવીશ. તમે સુરક્ષિત રહો અને પોતાની અને અન્યોની કાળજી રાખો. દરેકને પ્રેમ.’
અમિત સાધ
અમિત સાધ કોરોના પૉઝિટિવ થયો છે. અમિત સાધે થોડા સમય પહેલાં જ ‘બ્રીધ 3’ની જાહેરાત કરી હતી અને એ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. જોકે તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર પોતે કોરોના પૉઝિટિવ થયો હોવાની જાહેરાત કરી છે. અમિત સાધે પોસ્ટમાં કહ્યું હતું કે ‘મેં દરેક પ્રકારની તકેદારી રાખી હોવા છતાં હું કોવિડ-19 પૉઝિટિવ આવ્યો છું. ખૂબ જ નજીવાં લક્ષણ છે. પ્રોટોકૉલ્સને ફૉલો કરતાં મેં પોતાને આઇસોલેટ કરી લીધો છે અને હું હોમ ક્વૉરન્ટીન છું. હું એમાંથી ખૂબ જ જલદી સારો અને સાજો થઈને આવીશ. તમે સુરક્ષિત રહો અને પોતાની અને અન્યોની કાળજી રાખો. દરેકને પ્રેમ.’