કુણાલે પોતાનો ફોટો શૅર કર્યો છે
કુણાલ ખેમુ
કુણાલ ખેમુનું કહેવું છે કે સામાન તો પૅક કરીને રાખ્યો છે, પરંતુ કોરોનાકાળમાં ક્યાંય જવાનું નથી. કુણાલે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે નાઇટસૂટ પહેર્યો છે. સાથે બાજુમાં તેની સૂટકેસ, શૂઝ અને કપડાં દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલ ખેમુએ કૅપ્શન આપી હતી કે ‘બધું પૅક થઈ ગયું છે, પરંતુ ક્યાંય નથી જવાનું. સાફસફાઈ કરો. આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. ઘરમાં રહો. આ સમય પણ પસાર થઈ જશે.’