° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


પિતા મહેશ ભટ્ટ પર મૂકાયેલા આરોપો દરમિયાન આલિયાએ શૅર કરી પોસ્ટ

20 July, 2020 08:25 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પિતા મહેશ ભટ્ટ પર મૂકાયેલા આરોપો દરમિયાન આલિયાએ શૅર કરી પોસ્ટ

આલિયા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ સાથે

આલિયા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ સાથે

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ આલિયા ભટ્ટ(Alia Bhatt), મહેશ ભટ્ટ(Mahesh Bhatt), કરણ જોહર(Karan Johar) અને સલમાન ખાન(Salman Khan) જેવા ઘણાં સેલેબ્સને ટારગેટ કરવામાં આવ્યા હતા. જો કે, કરણ જોહર, આલિયા અને મહેશ ભટ્ટે આ મામલે કોઇપણ નિવેદન આપ્યું નહોતું. પણ તાજેતરમાં જ આલિયા ભટ્ટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી જેમાં તેણે લખ્યું છે કે, "સત્ય જ સત્ય હોય છે, ભલે તેના પર કોઇ વિશ્વાસ કરે કે ન કરે. અસત્ય એક અસત્ય જ હોય છે, ભલે તેના પર બધાં વિશ્વાસ કરે."

આલિયાએ આ પોસ્ટ કંગનાના ઇન્ટરવ્યૂ પછી શૅર કરી છે જેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે તેણે આ મામલે જ પોસ્ટ શૅર કરી છે.

Alia Bhatt Post

આલિયાની પ્રૉફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં જ આલિયા પિતા મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સડક 2'માં દેખાવાની છે. આ ફિલ્મ દ્વારા ઘણાં સમય બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે કમબૅક કરી રહ્યા છે. ફિલ્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આની જાહેરાત એક વિશેષ લાઇવ ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી. જેમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, અક્ષય કુમાર, વરુણ ધવન અને અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા.

'સડક 2'નું પોસ્ટર શૅર કરતી વખતે આલિયા ખૂબ જ ઉત્સાહિત હતી. આલિયાએ કહ્યું હતું કે, "સડક 2 હકીકતે ઘરે પાછાં ફરવું છે. આ પહેલી ફિલ્મનું કન્ટીન્યૂએશન છે."

'સડક 2'ના પોસ્ટરમાં કોઇ પાત્ર બતાવવામાં આવ્યા નથી. આમાં ફક્ત કૈલાશ પર્વત દેખાય છે.

આ વિશે પૂછવામાં આવતાં આલિયાએ કહ્યું કે, "કૈલાશ પર્વતમાં દેવતાઓ અને ઋષિઓના પદચિહ્ન છે. આ બધાં દેવોના દેવ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. શું હકીકતે આ પવિત્ર સ્થાન પર અભિનેતાઓની જરૂરિયાત છે. આ એ જગ્યા છે જ્યાં બધાંની શોધ પૂરી થાય છે. 'સડક 2' પ્રેમ કરવાનો માર્ગ છે."

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ લીડ રોલમાં છે.

20 July, 2020 08:25 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પોલૅન્ડથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં અમિતાભે

બીએમસીની હૉસ્પિટલો માટે વેન્ટિલેટર્સ પણ ડોનેટ કરશે બિગ બી

15 May, 2021 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટનો ટાર્ગેટ કમ્પ્લીટ

કોરોનાપીડિતોની મદદ કરવા માટે તેમણે સાથે મળીને ૧૧ કરોડથી પણ વધુ રૂપિયા જમા કર્યા છે

15 May, 2021 12:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘અમે હજી પણ પોતાની જાતને પૂછી રહ્યા છીએ કે આવું કેમ થયું’?

કોરાનાથી પપ્પાનું અવસાન થવાને પગલે ભવ્ય ગાંધી કહે છે

15 May, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK