° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


News In Shorts: આલિયા અને કૅટરિના ઇન્ડિયાની ટોચની ઍક્ટ્રેસ છે -પ્રિયંકા ચોપડા જોનસ

20 May, 2022 09:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

​પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે આલિયા ભટ્ટ અને કૅટરિના કૈફ અત્યારે ઇન્ડિયાની ટોચની ઍક્ટ્રેસ છે.

 પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ

આલિયા અને કૅટરિના ઇન્ડિયાની ટોચની ઍક્ટ્રેસ છે : પ્રિયંકા ચોપડા જોનસ

​પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે આલિયા ભટ્ટ અને કૅટરિના કૈફ અત્યારે ઇન્ડિયાની ટોચની ઍક્ટ્રેસ છે. આ ત્રણેય ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં સાથે જોવા મળવાની છે. ફરહાન અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને ઝોયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મને ઝોયા, ફરહાન અને રીમા કાગતીએ લખી છે.​ પ્રિયંકા બૉલીવુડની સાથે હવે હૉલીવુડમાં પણ ખૂબ જ મોટું નામ છે. આલિયા અને ​કૅટરિનાને પ્રિયંકાની હરીફ ગણવામાં આવે છે. તેમની સાથે કામ કરવાનું પસંદ કરવા​ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘તેઓ ઇન્ડિયાની ટૉપની ઍક્ટ્રેસ છે. અમે ત્રણેયે નક્કી કર્યું હતું કે અમારે સાથે ફિલ્મ કરવી છે અને એને પ્રોડ્યુસ પણ અમે જ કરીશું. મેં જ્યારે આ વિશે કહ્યું ત્યારે આવી ફિલ્મ બનાવવાનો આઇડિયા એકદમ અલગ હતો. અમને ત્રણેયને લઈને હરીફાઈ ઊભી કરવામાં આવતી હતી. તેમ જ અમારું કાસ્ટિંગ ફિલ્મમાં લીડ ઍક્ટર કોણ છે એના આધારે કરવામાં આવતું હતું. તેમ જ એ સમયે કોણ વધુ ચર્ચામાં છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવતું હતું. એ ફીલિંગ ખૂબ જ અલગ હતી. આ દરેક અનકમ્ફર્ટેબલ ફીલિંગને લઈને મને મારી કરીઅરને યોગ્ય દિશામાં લઈ જવાની તક મળી હતી. મેં એવી ઘણી ફિલ્મો કરી છે જે મહિલાકેન્દ્રિત હોય. મેં એવી ફિલ્મો કરી હતી જેનો ભાર ફક્ત મારા ખભા પર હતો. સતત ડિમાન્ડમાં અને ચર્ચામાં રહેવા છતાં પણ ફિલ્મોમાં કામ ન મળવું એ ફીલિંગ ખૂબ જ વિચિત્ર હતી. આથી મેં એવી ફિલ્મો કરી જેમાં મોટા લીડ ઍક્ટર્સની જરૂર ન હોય અને એના દ્વારા જ મેં મારી પોતાની કરીઅર બનાવી.’

‘ઇન્ટર્ન’ની રીમેકમાં નહીં દેખાય દીપિકા પાદુકોણ?

દીપિકા પાદુકોણ ‘ઇન્ટર્ન’ની રીમેકમાં નહીં દેખાય એવું સાંભળવા મળ્યું છે. ‘બધાઈ દો’ના ડિરેક્ટર અમિત શર્માનો આ પ્રોજેક્ટ કદાચ અભરાઈએ ચડાવી દેવામાં આવશે. ઘણા સમયથી ફિલ્મને અડચણ આવી રહી છે. આ ફિલ્મમાં રિશી કપૂર પણ હતા. જોકે તેમનું બે વર્ષ અગાઉ અવસાન થયું છે. ફિલ્મમાં દીપિકા ઑનલાઇન ફૅશન ઑર્ગેનાઇઝેશનની ઑન્ટ્રપ્રનરના રોલમાં દેખાવાની હતી, જે પોતાની કંપનીમાં એક રિટાયર્ડ વ્યક્તિને ઇન્ટર્ન તરીકે કામે રાખે છે. રિશી કપૂરના નિધન બાદ આ પ્રોજેક્ટ અમિતાભ બચ્ચનને ઑફર કરવામાં આવ્યો હતો. એથી ‘પીકૂ’ બાદ તેમના ફૅન્સ અમિતાભ બચ્ચન અને દીપિકાને ફરીથી સ્ક્રીન પર જોવા માટે આતુર હતા. જોકે હવે એવું સાંભળવા મળ્યું છે કે ફિલ્મના કલાકારોની પસંદગી પર ફરીથી નજર નાખવામાં આવશે. એથી કદાચ દીપિકાની એક્ઝિટ થવાની છે અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રહેશે એવા ચાન્સિસ વધુ લાગી રહ્યા છે. હવે દીપિકાને બદલે લીડ ઍક્ટ્રેસની શોધ પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. ભૂતકાળમાં ‘પીકૂ’માં પરિણીતી ચોપડાને બદલે દીપિકાને લેવામાં આવી હતી. હવે કદાચ આ ફિલ્મમાં દીપિકાને બદલે પરિણીતીને લેવામાં આવી શકે છે.

કેમ નર્વસ છે આલિયા?
આલિયા ભટ્ટ હાલમાં ખૂબ જ નર્વસ છે. તેણે તેના હૉલીવુડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’ની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મનો પહેલો દિવસ હોવાથી તે નર્વસ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે ગલ ગડોટ અને જેમી ડોર્નન પણ લીડ રોલમાં છે. રણબીર કપૂર સાથે લગ્ન બાદ તેણે ખૂબ જ જલદી કામ શરૂ કરી દીધું હતું. તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે જેમાં તેણે બ્લૅક ઍન્ડ વાઇટ ટૉપ પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘હું મારી પહેલી હૉલીવુડ ફિલ્મના શૂટિંગ પર નીકળી છું. એવું લાગી રહ્યું છે કે હું ફરીથી શરૂઆત કરી રહી છું. એથી નર્વસ છું. મને શુભેચ્છાની જરૂર છે.’

અક્ષયકુમાર પાસે ગીત ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરેલી ભૂષણ કુમારે

ભૂષણ કુમારે એક વખત અક્ષયકુમાર પાસે રહેલા ગીતોના અદ્ભુત ખજાનામાંથી કેટલાંક ગીત ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભૂષણ કુમાર અને અક્ષયકુમાર અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. દિલજિત દોસંજે તો અક્ષયકુમારને મિની ટી-સિરીઝ જણાવ્યો હતો. ભૂષણ કુમાર મુજબ અક્ષયકુમારને મ્યુઝિકની ઘણી સમજ છે. એ વિશે ભૂષણ કુમારે કહ્યું કે ‘અક્ષયકુમાર મ્યુઝિકને લઈને દીવાનો છે. તે અલગ-અલગ કમ્પોઝર્સને, ગાયકોને અથવા તો ગીતકારોને ગીતો વિશે પૂછ્યા કરે છે. કેટલાક તો તેને ગીત અથવા તો લિરિક્સ મોકલે છે. તેને સંગીતનું ઘણુંબધું જ્ઞાન છે. આ જ કારણ છે કે તેની પાસે ગીતો અને મ્યુઝિકનો ખજાનો છે. હું તેની સાથે ફિલ્મની શરૂઆત કરવાનો છું ત્યારે તે મને સતત કહે છે કે તે મને તેના કલેક્શન્સમાંથી કેટલાંક ગીતો સંભળાવશે. સારી વાત એ રહેશે કે તમને સારાં ગીતો અને સુપરહિટ મળી જશે. તેની પાસે ૪૦૦થી ૫૦૦ અલગ-અલગ ગીતોનો સંગ્રહ છે. મેં એક વખત તેને પૂછ્યું હતું કે હું તેના કલેક્શનમાંથી કોઈ ગીતો ખરીદી શકું છું? એ ખૂબ વિશાળ છે.’

 

20 May, 2022 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News In shorts: શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ પસાર કરી રહ્યો છે.

06 July, 2022 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સરકાર બદલાતાં કંગના રનોટના કેસનું શું થશે?

કંગના રનોટે હવે જાવેદ અખ્તરના બદનક્ષીના કેસમાં પોતે કોઈ ગુનો નથી કર્યો એવી જાહેરાત કરી છે

06 July, 2022 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નેટફ્લિક્સે રિલીઝ કર્યું આલિયા ભટ્ટની `ડાર્લિંગ્સ`નું ટીઝર, જુઓ અહીં

‘ડાર્લિંગ્સ’ એક ડાર્ક કોમેડી ડ્રામા છે, જે માતા-પુત્રીના જીવન સાથે સંબંધિત છે

06 July, 2022 09:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK