Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારની ‘રામ સેતુ’ને લાગ્યું કોરોનાનું ગ્રહણ?

અક્ષય કુમારની ‘રામ સેતુ’ને લાગ્યું કોરોનાનું ગ્રહણ?

12 January, 2022 02:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાના વધતા કેસને કારણે અભિષેક શર્મા દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ લંબાશે

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમારની ફાઇલ તસવીર


બૉલિવૂડનો ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar)એ અભિષેક શર્મા (Abhishek Sharma)ની ફિલ્મ ‘રામ સેતુ’ (Ram Setu)નું ઉટી શેડ્યૂલ નવેમ્બર મહિનામાં પતાવી દીધુ હતું અને હવે બાકીનું શૂટિંગ જાન્યુઆરી મહિનામાં શ્રીલંકામાં કરવાનો હતો. પરંતુ અભિનેતાની આ ફિલ્મને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ફિલ્મનું શૂટિંગ ફરી એકવાર લંબાવવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

ન્યૂઝ ૧૮ના અહેવાલ પ્રમાણે, ફિલ્મની અન્ડરવોટર સિક્વન્સનું શૂટિંગ ચાલુ મહિનામાં શ્રીલંકામાં કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીની ત્રીજી લહેરમાં વધતા કેસને પગલે હવે તે શક્ય નહીં બને. સૂત્રોએ જણાવ્યું કે, ‘અક્ષય કુમારની સાથે ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નુસરત ભરુચા (Nushrratt Bharuccha) પણ છે. આ સહુએ નવેમ્બરમાં ઉટીનું શૂટિંગ પતાવી દીધું છે અને અન્ડરવોટર સિક્વન્સ તેમજ સમુદ્રના શૉટ માટે શ્રીલંકા જવાના હતા. પરંતુ કોરોનાની અત્યારની પરિસ્થિતિ જોતા તે શક્ય નહીં બને. એટલે કેટલાક સંશોધનો કર્યા પછી અને લોકેશનની શોધખોળ કર્યા પછી ટીમે આ સિક્વન્સ શૂટ કરવા માટે દમણ અને દીવ ફાઇનલ કર્યા હતા. પરંતુ કેટલાક વધુ શોટ્સ છે જે બાકી છે અને નિર્માતાઓએ તેને મુંબઈમાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. અક્ષય કેટલાક હાઈ-ઓક્ટેન અંડરવોટર સિક્વન્સ કરતો જોવા મળશે જેના માટે આંતરરાષ્ટ્રીય ક્રૂ પણ હાયર કરવામાં આવી છે.’



સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ‘લગભગ એક મહિના જેટલું ‘રામ સેતુ’નું શૂટિંગ બાકી છે. જેને નિર્માતાઓએ મુંબઈમાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. પ્રોડક્શન ટીમ હાલમાં સમગ્ર શેડ્યૂલ સેટ કરી રહી છે અને તે ઇન્ડોર તેમજ આઉટડોર શૂટ હશે. ટીમ આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની અપેક્ષા રાખે છે.’


‘રામ સેતુ’નું નિર્દેશન અભિષેક શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને તેની જાહેરાત સૌપ્રથમ દિવાળી ૨૦૨૦ના રોજ કરવામાં આવી હતી. અક્ષયની સ્વર્ગસ્થ માતા અરુણા ભાટિયા આ ફિલ્મના નિર્માતાઓમાંની એક હતી. ‘રામ સેતુ’ ઓક્ટોબર ૨૦૨૨માં થિયેટરમાં રિલીઝ થયા પછી ટૂંક સમયમાં જ ભારત અને વિદેશમાં અમેઝૉન પ્રાઇમ પર પણ ઉપલબ્ધ થશે. અમેઝૉન પ્રાઇમ ફિલ્મ માટે વિશ્વવ્યાપી વિશિષ્ટ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ હશે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK