Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૅર સ્ટાઇલિસ્ટના મૃત્યુ થકી દુઃખી અક્ષય કુમારે કરી ભાવુક પોસ્ટ, જુઓ શું લખ્યું

હૅર સ્ટાઇલિસ્ટના મૃત્યુ થકી દુઃખી અક્ષય કુમારે કરી ભાવુક પોસ્ટ, જુઓ શું લખ્યું

12 September, 2022 07:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ તસવીર ફિલ્મના શૂટ દરમિયાનની છે. બન્ને સેટ પર હતા. અક્ષયે કહ્યું કે વિશ્વાસ નથી થતો કે હવે તે વિશ્વમાં નથી જેને હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે સેટ પર મારા વાળ એકપણ વાર ખરાબ ન થાય.

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)


અક્ષય કુમારના હૅર સ્ટાઇલિસ્ટ મિલન જાધવનું નિધન થઈ ગયું છે. તે અક્ષય સાથે છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યો હતો. અક્ષયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને મિલન જાધવના નિધન પર શોક વ્યક્ત કર્યો. અભિનેતાએ એક થ્રોબૅક તસવીર શૅર કરી છે જેમાં તે અને મિલન ઊભા હતા અને તેના વાળ બરાબર કરી રહ્યો હતો. આ તસવીર ફિલ્મના શૂટ દરમિયાનની છે. બન્ને સેટ પર હતા. અક્ષયે કહ્યું કે વિશ્વાસ નથી થતો કે હવે તે વિશ્વમાં નથી જેને હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે સેટ પર મારા વાળ એકપણ વાર ખરાબ ન થાય.

અક્ષયની પોસ્ટ
અક્ષયે લખ્યું, "તું હંમેશા પોતાના ફન્કી હૅરસ્ટાઈલ અને સ્માઇલ સાથે ભીડની બહાર ઊભો રહ્યો. હંમેશાં એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે મારા વાળ એકપણ વાર ખરાબ ન થાય. સેટનું જીવન, મારો હૅરડ્રેસર છેલ્લા 15 વર્ષથી મારી સાથે હતો... મિલન જાધવ. વિશ્વાસ નથી થતો કે તું અમને છોડીને ચાલ્યો ગયો છે. હું તને મિસ કરીશ મિલાનો. ઓમ શાંતિ."



સેલેબ્સના કોમેન્ટ્સ
અક્ષયની પોસ્ટ પર અનિલ કપૂરે લખ્યું, "સીરિયસલી અક્ષય સાબ... ખૂબ જ દુઃખદ છે, મિલનના નજીકનાઓ પ્રત્યે મારી સંવેદના." ઈશા ગુપ્તાએ કરી કોમેન્ટ "ઓમ શાંતિ"



મિલને શૅર કર્યો હતો વીડિયો
વર્ષ 2019માં મિલને પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શૅર કર્યો હતો જ્યારે અક્ષય તેના સલૂન પર ગયો હતો. અક્ષય સલૂનમાં જાય છે. આ દમિયાન મિલન અને અન્ય લોકો તેનું સ્વાગત કરે છે. આની સાથે મિલને લખ્યું, "અક્ષય સર, મારા બૉસ મારા સલૂન મિલાનોમાં" 

આગામી ફિલ્મો
અક્ષયના વર્કફ્રન્ટની વાત કરીએ તો `રામ સેતુ` છે. આમાં તેની સાથે જૅકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરૂચા છે. ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે. આ સિવાય અક્ષય પાસે તમિલ ફિલ્મ `સોરારાઈ પોટરૂ`ની હિન્દી રીમેક પણ છે. આમાં તેની સામે રાધિકા મદાન છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2022 07:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK