° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


Raksha Bandhan Trailer: 4 બહેનોનાં લગ્નની ચિંતામાં અડધો થયો અક્ષય કુમાર

22 June, 2022 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મની રિલીઝ ડેટ ઘણો વખત પહેલા જ રિવીલ કરી દેવામાં આવી અને હવે ફિલ્મની સ્ટોરીનો અંદાજો પણ ખાસ્સી હદે આવી ગયો છે કારણકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

Raksha Bandhan Trailer Release: અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર જેવા સિતારાઓ સાથે બનેલી આ ફિલ્મ રક્ષા બંધનનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર દળદાર છે. 4 બહેનોના લગ્નની ચિંતામાં વ્યાકૂળ અક્ષય કુમારની આ સ્ટોરી હ્રદયસ્પર્શી છે.

Akhay Kumar Raksha Bandhan Trailer Release: ઘણાં સમયથી અક્ષય કુમાર પોતાના આગામી ફિલ્મ રક્ષા બંધનને લઇને ચર્ચામાં છવાયેલો છે. ફિલ્મની રિલીઝ ડેટ ઘણો વખત પહેલા જ રિવીલ કરી દેવામાં આવી અને હવે ફિલ્મની સ્ટોરીનો અંદાજો પણ ખાસ્સી હદે આવી ગયો છે કારણકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે.

કેવું છે ટ્રેલર
ટ્રેલની શરૂઆતમાં જ ખબર પડી જાય છે કે ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે. ક્યારેક ખુલ્લામાં શૌચનો વિરોધ તો ક્યારેક પેડમેન બનીને મહિલાઓના દુઃખ સમજનાર અક્ષય કુમાર હાલ પોતે તકલીફમાં છે. તેમની તકલીફ છે કે ચાર બહેનોનાં લગ્ન જેની માટે તેણે ઘણું બધું દહેજ એકઠું કરવાનું છે તો બીજી તરફ તેને પ્રેમ કરતી ભૂમિ પેડણેકરના પિતા ઇચ્છે છે કે તે 6 મહિનામાં ભૂમિ સાથે લગ્ન નહીં કરે તો તે પોતાની દીકરીનાં લગ્ન બીજે કરાવી દેશે. અક્ષય કુમારને 6 મહિનામાં બહેનોનાં લગ્ન કરાવવાના છે જેથી તે પોતાનું ઘર વસાવી શકે. ટ્રેલર પરથી સ્પષ્ટ દેખાય છે કે ફિલ્મ તમને ખૂબ જ હસાવશે તો ક્યારેક તમને ભાવુક પણ કરી મૂકશે. અક્ષય કુમારની રક્ષા બંધન હસતાં રમતા સમાજમાં દહેજ નામની કુપ્રથાનો વિરોધ પણ છે.

કેવી છે કલાકારોની એક્ટિંગ
ટ્રેલર કેવું એ જાણ્યા બાદ હવે વાત કરીએ કલાકારની એક્ટિંગની. લીડ રોલમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર સારા લાગી રહ્યાં છે તો અક્ષયની બહેનોના રોલમાં સાદિયા ખતીબ, સહજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્મૃતિ શ્રીકાંત સુંદર લાગે છે. ફિલ્મની સ્ટોરી તો હ્રદયસ્પર્શી છે જ પણ આમની એક્ટિંગ સોનામાં સુગંધ ભેળવાની કામ કરી રહી છે. 

રક્ષાબંધનના દિવસે જ રિલીઝ થશે ફિલ્મ
ખાસ વાત એ છે કે અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરની આ ફિલ્મ આ વર્ષે રક્ષાબંધનના અવસરે જ રિલીઝ થવાની છે. 11 ઑગસ્ટના ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસે રક્ષાબંધન પણ છે. એટલે કે આ વખતે રક્ષાબંધનમાં ગિફ્ટની સાથે આ ફિલ્મની ટિકિટ પણ ભાઈ બહેનોને ગિફ્ટ કરી શકે છે. ફિલ્મના ટ્રેલરથી લાગે છે કે આ ફિલ્મ કોઈને નિરાશ નહીં કરે.

22 June, 2022 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોના મોહાપાત્રાએ બૉલિવૂડને વખોડ્યું: કહ્યું ‘આ’ શરમજનક વાત છે

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને સંગીતકાર સોના મહાપાત્રાએ એવા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે જેઓ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા છતાં હિન્દી નથી બોલતા

30 June, 2022 03:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કમલ હાસનની ‘વિક્રમ’ ૮ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે

આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે

30 June, 2022 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વરુણે કોને ‘પટાખા’ કહી છે, જેણે તેની બે દિવસ કરી હતી દેખભાળ?

આ તેની વાઇફ નતાશા દલાલ નહીં, પરંતુ જાહ‍્નવી કપૂર છે

30 June, 2022 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK