° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


અક્ષય અને ઇમરાનની ‘સેલ્ફી’

13 January, 2022 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મને સેલ્ફી માટેનો પર્ફેક્ટ પાર્ટનર મળી ગયો છે. કરણ જોહર, શું આપણે આ સેલ્ફી ગેમનો અંત આણી દીધો છે?’

અક્ષય અને ઇમરાનની ‘સેલ્ફી’

અક્ષય અને ઇમરાનની ‘સેલ્ફી’

અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી ‘સેલ્ફી’ લઈને આવી રહ્યા છે. ધર્મા પ્રોડક્શન્સ, પૃથ્વીરાજ પ્રોડક્શન્સ, મૅજિક ફ્રેમ્સ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ આ ફિલ્મ બનાવવાના છે. પૃથ્વીરાજ સાઉથનો સુપરસ્ટાર અને પ્રોડ્યુસર છે. મલયાલમની સુપરહિટ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ની આ હિન્દી રીમેક છે. આ એક કૉમેડી ફિલ્મ હશે. પહેલી વખત અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મીની જોડી જોવા મળવાની છે. મેકર્સને વિશ્વાસ છે કે દર્શકોને આ હળવી સ્ટોરી જરૂર પસંદ આવશે. ફિલ્મને રાજ મહેતા ડિરેક્ટ કરશે. ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી ‘અહીં ‘સેલ્ફી’ને રજૂ કરું છું. એની જર્ની તમને ભરપૂર મનોરંજન, હાસ્ય અને ઇમોશન્સ દેખાડશે. જલદી જ શૂટિંગ શરૂ કરવાના છીએ.’
ઇમરાન સાથેની સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘મને સેલ્ફી માટેનો પર્ફેક્ટ પાર્ટનર મળી ગયો છે. કરણ જોહર, શું આપણે આ સેલ્ફી ગેમનો અંત આણી દીધો છે?’

13 January, 2022 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK