જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ઉલઝ’ સાથે થશે એની ટક્કર
`ઔરોં મેં કહાં દમ થા`નું પોસ્ટર
અજય દેવગન અને તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ હવે બીજી ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ પાંચમી જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ હાલમાં થિયેટરમાં અમિતાભ બચ્ચનની ‘કલ્કિ 2898 AD’એ ધૂમ મચાવી છે એટલે ‘ઔરોં મેં કહાં દમ થા’ પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. જોકે બીજી ઑગસ્ટે જાહ્નવી કપૂરની ‘ઉલઝ’ પણ રિલીઝ થવાની છે એટલે
બૉક્સ-ઑફિસ પર આ બન્ને ફિલ્મોની ટક્કર થશે. ‘ઔરોં મેં કહાં દમ થા’માં જિમી શેરગિલ, શાંતનુ મહેશ્વરી અને સઈ માંજરેકર પણ જોવા મળશે. ફિલ્મનું નવું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી છે, ‘હવે ઇન્તેજાર ખતમ થયો છે. ‘ઔરોં મેં કહાં દમ થા’ બીજી ઑગસ્ટે રિલીઝ થશે.’

