Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતા વીરુ દેવગનની જન્મજયંતિ પર અજય દેવગન થયો ભાવુક, શેર કરી તસવીર

પિતા વીરુ દેવગનની જન્મજયંતિ પર અજય દેવગન થયો ભાવુક, શેર કરી તસવીર

25 June, 2022 06:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અજયના પિતા વીરુ દેવગણે બોલિવૂડની ઘણી જાણીતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું છે

તસવીર સૌજન્ય: અજય દેવગનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: અજય દેવગનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


અભિનેતા અજય દેવગન સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ જ્યારે પણ તેની પોસ્ટ આવે છે, તે મિનિટોમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આજે અજય દેવગનના દિવંગત પિતા વીરુ દેવગનનો જન્મદિવસ છે. આ અવસર પર અભિનેતાએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાના પિતાને યાદ કર્યા છે. તેની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર પિતા વીરુની તસવીર શેર કરતાં અજય દેવગને લખ્યું કે “હું ક્યારેય તેમના સ્મિતને હરાવી શક્યો નહીં... હેપ્પી બર્થ ડે પાપા.” આ તસવીરમાં અજયના પિતા હસતા જોવા મળે છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


જણાવી દઈએ કે અજય દેવગનના પિતાનું વર્ષ 2019માં નિધન થયું હતું. અભિનેતા તેના પિતા વીરુ દેવગનની ખૂબ નજીક હતો.


ઉલ્લવખનીય છે કે અજયના પિતા વીરુ દેવગણે બોલિવૂડની ઘણી જાણીતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેમણે તેમની કારકિર્દીમાં 80થી વધુ હિન્દી ફિલ્મોમાં એક્શન અને ફાઇટિંગ સિક્વન્સનું નિર્દેશન કર્યું હતું. એટલું જ નહીં, અજય દેવગનનો ફેમસ ટુ-બાઈક સ્ટંટ પણ તેના પિતાએ જ ડિરેક્ટ કર્યો હતો. આ સિવાય તેણે આજ કા અર્જુન, રામ તેરી ગંગા મૈલી હો ગયી, દિલજલે, એક હી રાસ્તા, પ્રેમ રોગ, સોને પર સુહાગા, ખૂન ભરી માંગ જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK