° °

આજનું ઇ-પેપર
Sunday, 05 February, 2023


ઐશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યાને જન્મદિવસે કરી લિપ કિસ, થઈ રહી છે ટ્રોલ

16 November, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે આરાધ્યા બચ્ચનનો ૧૧મો જન્મદિવસ છે

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) આજે ૧૧ વર્ષની થઈ ગઈ છે. આરાધ્યાનો જન્મ ૧૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ થયો હતો. ઐશ્વર્યા રાયે તેના જન્મદિવસ પર આરાધ્યા માટે ખૂબ જ સ્પેશ્યલ એક તસવીર પોસ્ટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. અભિનેત્રીએ આરાધ્યા સાથે લિપ કિસ કરતી તસવીર શૅર કરી છે. કેટલાક લોકો આરાધ્યાને શુભેચ્છા પાઠવવાવની ઐશ્વર્યાની આ રીતને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ તેના પર કટાક્ષ કર્યો છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.

આરાધ્યા બચ્ચનના જન્મદિવસે ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો છે. આમાં તે પોતાની દીકરીને હોઠ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ શૅર કરતી વખતે ઐશ્વર્યાએ કૅપ્શનમાં લખ્યું છે કે, "મારો પ્રેમ, મારું જીવન... હું તને ખૂબ પ્રેમ કરું છું... મારી આરાધ્યા".

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

આ તસવીર અભિનેત્રીની લાગણીઓને ખૂબ સારી રીતે વર્ણવી રહી છે. ફોટોની પાછળ ૧૧ નંબર પણ જોઈ શકાય છે. ફોટો જોઈને એવું લાગે છે કે, મધરાતે કરેલા બથ-ડે સેલિબ્રેશનની આ તસવીર છે.

ઐશ્વર્યા રાયની પોસ્ટ બાદથી જ વિવાદ શરૂ થયો છે અને તેને સોશ્યલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. કમેન્ટ્સમાં કેટલાક લોકોનું કહેવું છે કે, બાળકોને હોઠ પર ચુંબન કરવું એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી, તો કેટલાકનું કહેવું છે કે આવી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર ન કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, `મા-દીકરીના હોઠ પર ચુંબન કરવું બિલકુલ યોગ્ય નથી`, જ્યારે બીજાએ લખ્યું, `બાળકના હોઠ પર ચુંબન કરવું ખૂબ જ વિચિત્ર છે.` તે જ સમયે બીજાએ લખ્યું, `તમે આ રીતે પ્રેમ કરો છો તે ઠીક છે, પરંતુ આવી તસવીર શૅર ન કરવી જોઈએ.`

તો બીજી બાજુ કેટલાક ફૅન્સ અભિનેત્રીની આ તસવીરના વખાણ કરી રહ્યાં છે અને ટ્રોલ્સનો જવાબ આપી રહ્યાં છે.

બીજી બાજુ, પતિ અભિષેક બચ્ચને ઐશ્વર્યાના આ ફોટો પર એક રેડ હાર્ટ કમેન્ટ્માં શૅર કર્યું છે.

16 November, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પીઢ ગાયિકા વાણી જયરામનું ૭૭ વર્ષની વયે નિધન

તાજેતરમાં જ મળ્યું હતું ‘પદ્મ ભૂષણ’નું સન્માન

04 February, 2023 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લવ સ્ટોરીમાં લવ જેહાદનો ટ‍્વિસ્ટ

અનુરાગ કશ્યપે તેના જોનરથી એકદમ હટકે ફિલ્મ બનાવી છે, પરંતુ તેના વિઝન પર ખરો ઊતર્યો હોય એવું નથી લાગતું : તેણે ડાયલૉગ દ્વારા કમેન્ટ જરૂર કરી છે, પરંતુ તે પહેલાંની જેમ એકદમ એક્સ્ટ્રીમ નથી ગયો

04 February, 2023 02:50 IST | Mumbai | Harsh Desai
બૉલિવૂડ સમાચાર

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગનાએ કપલ વિશે કહી દીધી આ મોટી વાત

અભિનેત્રીએ કરી કપલના પ્રેમની પ્રશંસા : શૅર કર્યો વીડિયો

04 February, 2023 02:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK