Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રિટર્ન ફ્રૉમ કાન

23 May, 2022 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શાનદાર એન્ટ્રી માર્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે ભારત પાછી ફરી છે.

રિટર્ન ફ્રૉમ કાન

રિટર્ન ફ્રૉમ કાન



કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શાનદાર એન્ટ્રી માર્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે ભારત પાછી ફરી છે. તેની સાથે હસબન્ડ અભિષેક બચ્ચન પણ હતો. ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ પોતાની સુંદરતાથી સૌને મોહિત કર્યા હતા. તેઓ ઍરપોર્ટ પર દેખાયાં હતાં. ઐશ્વર્યાએ બ્લૅક ટી-શર્ટ અને જીન્સ પર રેડ ફ્લોરલ શ્રગ પહેર્યું હતું. આરાધ્યાએ જીન્સ પર વાઇટ સ્વેટશર્ટ પહેર્યું હતું તો અભિષેકે બ્લૅક આઉટફિટ પર ઑલિવ ગ્રીન જૅકૅટ પહેર્યું હતું. બીજી તરફ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વખત એન્ટ્રી મારનાર પૂજા હેગડે પણ ઘરે પાછી ફરી છે. પ્લેનની અંદરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પૂજા હેગડેએ કૅપ્શન આપી હતી, ‘કાન ગ્રેટ હતો, પરંતુ ઘરે પાછા ફરવા જેવી સારી બાબત કોઈ ન હોઈ શકે.’



પૂજા હેગડે


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK