° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી બૉલીવુડ શૉકગ્રસ્ત

14 June, 2020 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી બૉલીવુડ શૉકગ્રસ્ત

અભિનેતાએ 34 વર્ષની વયે આત્મહત્યા કરી છે

અભિનેતાએ 34 વર્ષની વયે આત્મહત્યા કરી છે

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આજે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી છે. આ સમાચાર સાંભળીને બૉલીવુડ શૉકગ્રસ્ત થયું છે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સહિત અનેક બૉલીવુડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અભિનેત્રી કરીના કપુર ખાન, અભિનેતા શાહિદ કપુર અને શાહરૂખ ખાને સુશાંત સિંહ રાજપુતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onJun 14, 2020 at 4:09am PDT

અક્ષય કુમારે લખ્યું હતું કે, આ સમાચાર સાંભળીને ખરેખર મને બહુ આઘાર લાગ્યો છે. જ્યારે મેં સુશાંતને છીછોરે ફિલ્મમામં જોયો ત્યારે મેં ફિલ્મના પ્રોડયુસર અને મારા મિત્ર સાજીદને કહ્યું હતું કે મને ફિલ્મ બહુ જ ગમી, કદાચ હું તેનો ભાગ બની શક્યો હોત.

રિતેશ દેશમુખ પણ સમાચાર સાંભળીને બહુ શૉક થઈ ગયો હતો.

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, આ સત્ય ન હોઈ શકે.

અનુપમ ખેરે લખ્યું હતું કે, મારા વ્હાલા સુશાંત શા માટે?

અજય દેવગને લખ્યું હતું કે, સુશાંતની મોતના સમાચાર ખરેખર બહુ દુ;ખદ છે. તેના આત્માને શાંતિ મળે. ભગવાન પરિવારજનોને તાકાત આપે.

સોનુ સુદને તો વાત પર વિશ્વાસ જ નહોતો થતો અને તેણે લખ્યું હતું કે, ઈચ્છુ છું કે આ સત્ય ન હોય.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, તું કઈ મુશ્કેલીમાંથી પસાર થતો હતો એ મને નથી ખબર પણ આ બહુ દુ:ખદ સમાચાર છે.

'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મની સુશાંતની કૉ-સ્ટાર દિશા પટણીને પણ દુ;ખ વ્યક્ત કર્યું હતું.

ખરેખર, સુશાંતના નિધનના સમાચારથી આખુ બૉલીવુડ શૉકમાં ડુબી ગયું છે.

14 June, 2020 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગોથમ વીક માટે રીચા ચઢ્ઢાની ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને કરવામાં આવી સિલેક્ટ

આ ઇવેન્ટમાં ફિલ્મ, ટીવી અને ઑડિયો શોના સ્ટોરીટેલર આવે છે. આ ઇવેન્ટનું ૧૯-૨૪ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવશે. આ ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શનને પુશીન બર્ટન્સ સ્ટુડિયો, ક્રોવલિંગ એન્ડલ ફિલ્મ્સ અને ડૉલ્ચે વિટા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

04 August, 2021 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અગાઉના સમયમાં કૉમેડીને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી : જૉની લીવર

હવે હું જ્યારે યંગસ્ટર્સને જોઉં છું એમાં મારી દીકરી જેમી લીવર પણ સામેલ છે. મારી દીકરી આખો શો કરે છે. તેને જોઈને મને સકારાત્મક પરિવર્તન આવ્યાનો અહેસાસ થાય છે.’

04 August, 2021 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ઍન્ડ્રૉઇડ કુન્જાપ્પન વર્ઝન 5.25’ની હિન્દી રીમેકમાં દેખાશે અનિલ કપૂર?

આ ફિલ્મમાં એક પિતાની વાત છે જેનો બૉન્ડ એક રોબોટ સાથે બની જાય છે. આ પિતાનો દીકરો રશિયામાં જૉબ કરતો હોય છે. તે પિતાની દેખભાળ માટે એક રોબોટ લાવે છે અને પિતાનો રોબોટ સાથે ખૂબ જ સારો બૉન્ડ બની જાય છે.

04 August, 2021 10:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK