રોહિતે અગાઉ અલી ફઝલ અને મૃણાલ ઠાકુરને પણ ટ્રેઇનિંગ આપી હતી
આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂર હવે તેની આગામી ફિલ્મ માટે ઍક્શન મોડમાં આવવાની તૈયારી કરી રહ્યો છે. અગાઉ તેણે ૨૦૦૨માં આવેલી ‘રાષ્ટ્ર કવચ ઓમ’, ૨૦૨૩માં આવેલી ‘ગુમરાહ’ અને ૨૦૨૩માં આવેલી વેબ-સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’માં કામ કર્યું હતું. હવે નવી ફિલ્મ માટે તેણે તૈયારી શરૂ કરી દીધી છે. એના માટે તે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને કિક-બૉક્સિંગની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. તે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઇનર રોહિત નાયર પાસે ઘણાં અઠવાડિયાંથી ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. રોહિતે અગાઉ અલી ફઝલ અને મૃણાલ ઠાકુરને પણ ટ્રેઇનિંગ આપી હતી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થવાનું છે અને આદિત્ય બે મહિના સુધી સતત ટ્રેઇનિંગ ચાલુ રાખવાનો છે.

