પ્રભાસ શરમાળ વ્યક્તિ છે અને ક્રિતી સાથે મુક્ત રીતે વાત કરે છે અને ચર્ચામાં ડૂબી જાય છે
પ્રભાસ અને ક્રિતી સૅનન
પ્રભાસ અને ક્રિતી સૅનન વચ્ચે અફેર ચાલી રહ્યો છે એવી ચર્ચા ફેલાઈ છે. આ બન્ને ‘આદિ પુરુષ’માં સાથે દેખાવાનાં છે. ‘કૉફી વિથ કરણ’માં ક્રિતી પહોંચી હતી. એ દરમ્યાન કૉલિંગ સેગમેન્ટમાં ક્રિતીએ પ્રભાસને કૉલ કર્યો હતો. હવે આ બન્ને વચ્ચે રોમૅન્સ પાંગરી રહ્યો છે એવું જાણવા મળ્યું છે. સૂત્રોનું કહેવું છે કે પ્રભાસ અને ક્રિતી એકમેક પ્રત્યે સ્ટ્રૉન્ગ ફીલિંગ્સ ધરાવે છે. ‘આદિ પુરુષ’ના સેટ પર જ તેમની વચ્ચે રિલેશન જામ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રભાસ શરમાળ વ્યક્તિ છે અને ક્રિતી સાથે મુક્ત રીતે વાત કરે છે અને ચર્ચામાં ડૂબી જાય છે. એથી તેમની વચ્ચેનું આ બૉન્ડિંગ જોઈને દરેક ચોંકી ગયા હતા. એટલે સૌને લાગે છે કે તેમની આ ફ્રેન્ડશિપ માત્ર ફ્રેન્ડશિપ સુધી જ સીમિત નથી. ‘આદિ પુરુષ’નું શૂટિંગ ઘણા સમય અગાઉ પૂરું થઈ ગયું છે. આમ છતાં તેમની વચ્ચે લગાવ કાયમ છે. તેઓ બન્ને એકમેકને મેસેજિસ મોકલે છે અને ફોન પર વાતો કરતાં હોય છે. જોકે તેમનો અફેર છે એવું ચોક્કસ ન કહી શકાય.