° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


Poonam Pandeyના ડાન્સથી સોશિયલ મીડિયા પર મચી ધમાલ, પતિએ કહ્યું...

13 April, 2021 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રખ્યાત મૉડલ અને બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાન્ડે (Poonam Pandey)તેના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેના હૉટ-બૉલ્ડ ફોટોઝ અને વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ જાય છે. હાલ પૂનમ પાન્ડે સોશિયલ મીડિયાથી દૂર છે, તેમ છતાં તેની તસવીરો અને વીડિયોઝ ખૂબ જ

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પ્રખ્યાત મૉડલ અને બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાન્ડે (Poonam Pandey)તેના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેના હૉટ-બૉલ્ડ ફોટોઝ અને વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ જાય છે. હાલ પૂનમ પાન્ડે સોશિયલ મીડિયાથી દૂર છે, તેમ છતાં તેની તસવીરો અને વીડિયોઝ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. હવે એકવાર ફરીથી પૂનમ પાન્ડે પોતાના બે વીડિયોઝના કારણે ચર્ચામાં છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sam Bombay (@sambombay)

હકીકતમાં પૂનમ પાન્ડેના પતિ સેમ બૉમ્બેએ સોશિયલ મીડિયા પર તેના બે વીડિયોઝ પોસ્ટ કર્યો છે. આ બન્ને વીડિયોમાં તે પોતાના ડાન્સથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી નજર આવી રહી છે. આ બન્ને વીડિયોમાં પૂનમ પાન્ડેનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. સેમ બૉમ્બેએ પત્નીના ડાન્સનો વીડિયો શૅર કરતા તેને યૂનિવર્સની સૌથી સુંદર છોકરી ગણાવી છે.

પૂનમ પાન્ડેના ડાન્સના વીડિયોને સેમ બૉમ્બેએ પોતાના ઑફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એક વીડિયોમાં તે ડાન્સ કરી રહી છે, તેમ જ બીજા વીડિયોમાં પૂનમ પાન્ડે કોઈની મિમિક્રી કરતી નજર આવી રહી છે. આ બન્ને વીડિયોને શૅર કરતી વખતે પૂનમ પાન્ડેના પતિ સેમ બૉમ્બે તેની પ્રશંષા કરી છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, `યૂનિવર્સની સૌથી સુંદર છોકરી.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sam Bombay (@sambombay)

સોશિયલ મીડિયા પર પૂનમ પાન્ડેનો આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના ડાન્સ મૂવ્સને પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પૂનમ પાન્ડે હંમેશા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણા બૉલ્ડ વીડિયોઝ શૅર કરતી રહે છે, જેના કારણે ગયા વર્ષે ગોવામાં તેની સામે એફઆઈઆર નોંધાઈ હતી.

આ સિવાય પૂનમ પાન્ડે તેના પતિ સેમ બૉમ્બેના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. તેણે ગયા વર્ષે પોતાના બૉયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ એવા સમાચાર આવ્યા હતા કે હનીમૂન દરમિયાન પૂનમ પાન્ડેનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. અભિનેત્રીએ સેમ બૉમ્બે પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ત્યાર બાદ પૂનમ પાન્ડે અને સેમ બૉમ્બેએ આપસમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

 

13 April, 2021 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

11 May, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

11 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK