° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

Ameesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ,કોર્ટે માંગ્યો જવાબ

26 February, 2021 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ameesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ,કોર્ટે માંગ્યો જવાબ

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ એક વાર ફરીથી કાયદાકીય મુશ્કેલીમાં ફસાતી નજર આવી રહી છે. અમીષા પટેલને એક વેપારીએ અઢી કરોડ રૂપિયાની ચીટિંગના મામલે કોર્ટમાં ખેંચી છે. ફિલ્મ કહોં ના પ્યાર હૈથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ એકવાર ફરીથી વિવાદમાં છે. અજય કુમાર સિંહ નામના ઉદ્યોગપતિએ તેમને કોર્ટમાં ખેંચી છે.

સ્પૉટબૉય ડૉટ કૉમમાં છપાયેલા સમાચાર અનુસાર અજય કુમાર સિંહ લવલી વર્લ્ડ એન્ટરટેનમેન્ટના પ્રોપરાઈટર છે. તેમણે અમીષા પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને આરોપ લાગ્યો છે કે અમીષા પટેલે તેમના અઢી કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. રિપોર્ટ અનુસાર અમીષા પટેલ અજય કુમાર સિંહને એક કાર્યક્રમમાં 2017માં મળી હતી અને તેમની કંપની દેસી મેજિકમાં ઈન્વેસ્ટ કરવા માટે કહ્યું હતું. જ્યારે તેણે 2.5 કરોડની અમાઉન્ટ ફિલ્મ માટે ટ્રાન્સફર કરી હતી. ત્યારે તેણે તે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ સિવાય જ્યારે તેમને ખબર પડી કે આ ફિલ્મ ક્યારેય બની નથી ત્યારે તેણે અમીષા પટેલ પાસેથી પૈસા પાછા માંગવાની શરૂઆત કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

હજી સુધી અમીષા પટેલે પૈસા પરત કર્યા નથી. એટલે તેમણે કોર્ટને દરવાજો ખખડાવ્યો. હવે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીન આનંદ સેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસ અંગે સુનાવણી કરી છે અને એક્ટ્રેસ અમીષા પટેલને તેનો જવાબ રજૂ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે અજય કુમાર સિંહે અમીષા પટેલ પાસેથી પૈસા માંગ્યા ત્યારે તેણે એક ચેક આપ્યો જે બાઉન્સ થઈ ગયો.

આને કારણે હવે ફરિયાદ નોંધાવામાં આવી છે કે અમીષા પટેલે અજય કુમાર સિંહ સાથે છેતરપિંડી કરી છે. કોર્ટે 2 સપ્તાહનો સમય બન્ને પક્ષોને આપ્યો છે. પહેલા આ કેસની સુનવણી નીચલી અદાલતમાં થઈ હતી. હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અત્યાર સુધી અમીષા પટેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

26 February, 2021 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના કાળ દરમિયાન આ રીતે બૉલિવૂડ સેલેબ્સે ઉજવ્યો ગુડી પડવાનો આ તહેવાર

જુદા જુદા રાજ્યોમાં ઉજવવામાં આવતા આ પર્વનું દરેક જગ્યાએ ખાસ મહત્વ છે. તો આ અવસરે બૉલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

13 April, 2021 06:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પહેલી વાર સાથે દેખાશે રવીના ટંડન અને અક્ષય ખન્ના, `Legacy`માં દેખાશે અવનવો અંદાજ

ડિરેક્ટર વિજય ગુટ્ટે માટે આ ક્ષણ ખૂબ જ આનંદની છે. પ્રૉજેક્ટ વિશે તેઓ કહે છે કે, `Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે,

13 April, 2021 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Happy Birthday: કૉમેડી કરીને હસાવનારા Satish Kaushikના અંગત જીવન વિશે જાણો

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેણે હરિયાણા અને દિલ્હીથી અભ્યાસ શરૂ કર્યો. સતીશ કૌશિકે અભિનયનો અભ્યાસ એફટીઆઈઆઈથી કર્યો હતો.

13 April, 2021 03:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK