° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


કમલ હાસન હૉસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે આપી આ સલાહ

24 November, 2022 11:54 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાવ જેવું લાગ્યા બાદ અભિનેતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

કમલ હાસન

કમલ હાસન

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન (Kamal Haasan)ની તબિયત લથડી છે. અભિનેતાને બુધવારે ખૂબ જ તાવ આવ્યો હતો અને તેમને ચેન્નઇની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં ડૉક્ટરોએ અમુક ટેસ્ટ કર્યા બાદ અભિનેતાને થોડાક દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. જો કે, આ બબાતે કમલ હાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

અહેવાલો અનુસાર, કમલ હાસન બુધવારે હૈદરાબાદથી પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી. પહેલા તેમને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો બાદમાં તાવ આવ્યો હતો. હૈદરાબાદથી પરત ફર્યા બાદ તરત જ તેને ચેન્નઇની શ્રી રામચંદ્ર હૉસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમના બધા રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. આજે સવારે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી હોવાનું પણ કહેવાય છે. જો કે, હજી સુધી આ અંગે તેમના કે તેમની ટીમ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા કમલ હાસન હાલમાં ડિરેક્ટર શંકરની આગામી ફિલ્મ `ઈન્ડિયન 2`ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેઓ `બિગ બોસ તમિલ`ની છઠ્ઠી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. સતત શૂટિંગ અને મુસાફરીને કારણે તેમની તબિયત બગડી હોઈ શકે.

24 November, 2022 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આનંદ પંડિતની કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ઉપેન્દ્ર સ્ટારર કબઝાનું ટ્રેલર રિલીઝ

ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે

02 December, 2022 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ પ્રોડ્યુસર બન્યો યશ

‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી.

02 December, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સિદ્ધાર્થની ‘યોદ્ધા’ આવશે આવતા વર્ષે

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી

02 December, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK