Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાઇક લઈને યુરોપની ટ્રિપ પર ઊપડ્યો અજિત કુમાર

બાઇક લઈને યુરોપની ટ્રિપ પર ઊપડ્યો અજિત કુમાર

21 June, 2022 01:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે હાલમાં શૂટિંગમાંથી બ્રેક લીધો છે

અજિત કુમાર

અજિત કુમાર


સાઉથનો ફેમસ ઍક્ટર અજિત કુમાર બાઇક લઈને યુરોપની ટ્રિપ પર ઊપડ્યો છે. તેણે આ અગાઉ ભારતનાં સિક્કિમ અને કલકત્તાનો બાઇકથી પ્રવાસ કરવાનો આનંદ લીધો હતો. તેણે હાલમાં શૂટિંગમાંથી બ્રેક લીધો છે. જુલાઈમાં તે ફરીથી ડિરેક્ટર એચ. વિનોદની ‘AK 61’ શૂટિંગ શરૂ કરવાનો છે. અજિત કુમાર બાઇકની પાછળ દીવાનો છે. ઘણા સમયથી તેની ઇચ્છા હતી કે તે વિદેશમાં બાઇકથી યાત્રા કરે. તે લંડનમાં બાઇકથી ટ્રિપ કરી રહ્યો છે. હવે તે યુરોપને એક્સપ્લોર કરવાનો છે. બાઇક સાથેના તેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એમાં તે રાઇડિંગ ગિયર સાથે દેખાઈ રહ્યો છે. એવું કહેવામાં જરાય ખોટું નથી કે શૂટિંગમાંથી બ્રેક લઈને અજિત કુમાર પોતાના શોખને પૂરા કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK