Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘બૉબ બિસ્વાસ’ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ હા પાડી દીધી હતી અભિષેક બચ્ચને

‘બૉબ બિસ્વાસ’ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ હા પાડી દીધી હતી અભિષેક બચ્ચને

28 November, 2021 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં અભિષેકની સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. ફિલ્મને શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને એને દિયા ઘોષે ડિરેક્ટ કરી છે. દિયા સુજૉય ઘોષની દીકરી છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચને ‘બૉબ બિસ્વાસ’ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મ કરવા માટે હામી ભરી દીધી હતી. સુજૉય ઘોષની ૨૦૧૨માં આવેલી ‘કહાની’ના જ એક પાત્ર બૉબ બિસ્વાસ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ઝીફાઇવ પર ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેકની સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. ફિલ્મને શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને એને દિયા ઘોષે ડિરેક્ટ કરી છે. દિયા સુજૉય ઘોષની દીકરી છે. હાલમાં રિલીઝ ટ્રેલર લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મને હા પાડી એ વિશે અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘મેં તેને પૂછ્યું કે કોણ બનાવવાનું છે અને તેણે કહ્યું કે દિયા. મેં તરત જ હા પાડી દીધી હતી. ત્યાર બાદ તો મેં સ્ક્રિપ્ટ વાંચી પણ નહીં. મેં ઇમોશનલ થઈને હા પાડી દીધી હતી, કારણ કે એ ફિલ્મ દિયાની છે અને સુજૉય મારો સારો ફ્રેન્ડ છે.’
અભિષેકને તો આ પાત્ર વિશે વધુ માહિતી પણ નહોતી. એ વિશે અભિષેક બચ્ચને કહ્યું કે ‘હું બૉબ બિસ્વાસના કૅરૅક્ટર વિશે જાણતો નહોતો. એને જાણ્યા વગર જ મેં ફિલ્મમાં સુજૉયે બનાવેલું પાત્ર કરવા માટે હા પાડી હતી. ‘કહાની’ને મેં પહેલી વખત ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન જોઈ હતી. અમે લગભગ ૮૦ ટકા ફિલ્મનું કામ પૂરું કરી લીધું હતું અને ત્યાર બાદ લૉકડાઉનને કારણે અમારે બ્રેક લેવો પડ્યો હતો. એક દિવસ મને વિચાર આવ્યો કે એ ફિલ્મ જોઈ લઉં. જોકે ‘કહાની’ અને ‘બૉબ બિસ્વાસ’ બન્ને જોયા બાદ મને લાગ્યું કે મારી ફિલ્મ સારી છે. હું તેની રિસ્પેક્ટ કરું છું, પરંતુ તેના કરતાં તેની દીકરી દિયા વધુ સારી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK