ઐશ્વર્યા રાય વર્ષોથી દીકરીને કાન ફેસ્ટિવલમાં લાવતી રહી છે, પરંતુ તેણે પહેલી વખત વૉક કર્યું અને તસવીરો ક્લિક કરાવી
મમ્મી સાથે પહેલી વાર પોઝ આપ્યો આરાધ્યા બચ્ચને
ઐશ્વર્યા રાયની ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026ની તસવીરો સામે આવી ગઈ છે. ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર પહેલાં બ્લુ ગાઉનમાં ધમાકેદાર અંદાજ બતાવ્યો અને સાંજે પોતાના પિન્ક ગાઉન લુકથી સૌનું દિલ જીતી લીધું હતું. ગાઉનમાં ફ્લોરલ ડિટેલિંગ કરવામાં આવ્યું હતું. જોકે અહીં ઐશ્વર્યાની ૧૪ વર્ષની દીકરી આરાધ્યા પર પણ દરેકની નજર અટકી હતી. આરાધ્યાએ શુક્રવારે સાંજે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મમ્મી ઐશ્વર્યા સાથે પોઝ આપ્યો હતો. રેડ કલરના સૅટિન ગાઉનમાં આરાધ્યાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ઇવેન્ટ માટે ૧૪ વર્ષની આરાધ્યાએ પોતાના વાળ સાઇડ પાર્ટિંગ અને લૂઝ કર્લ્સમાં ખુલ્લા રાખ્યા હતા અને તે બિલકુલ ઐશ્વર્યા રાયની કાર્બન કૉપી દેખાતી હતી. હકીકતમાં આરાધ્યા બાળપણથી જ ઐશ્વર્યા સાથે કાન ફેસ્ટિવલમાં આવતી રહી છે, પરંતુ તેણે પહેલી વખત મમ્મી સાથે ખાસ પોઝ આપીને તસવીરો ક્લિક કરાવી હતી.
