Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્પૅનિશ ફિલ્મની હિન્દી રીમેક પર વહેલાસર કામ શરૂ કરશે આમિર

સ્પૅનિશ ફિલ્મની હિન્દી રીમેક પર વહેલાસર કામ શરૂ કરશે આમિર

28 September, 2022 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’નો સોશ્યલ મીડિયામાં વિરોધ થતાં ફિલ્મ કંઈ ખાસ કમાલ નથી કરી શકી

આમિર ખાન

આમિર ખાન


સ્પૅનિશ ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’ની હિન્દી રીમેક પર આમિર ખાન ટૂંક સમયમાં કામ શરૂ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’નો સોશ્યલ મીડિયામાં વિરોધ થતાં ફિલ્મ કંઈ ખાસ કમાલ નથી કરી શકી. હવે આમિર જલદી જ આ રીમેક પર કામ શરૂ કરવાનો છે. એવું જાણવા મળ્યું છે કે ‘શુભ મંગલ સાવધાન’નો ડિરેક્ટર આર. એસ. પ્રસન્ના એને ડિરેક્ટ કરશે. ચર્ચા તો એવી પણ છે કે અનુષ્કા શર્માને લીડ રોલ માટે અપ્રોચ કરવામાં આવી છે. હવે એનું પ્રી-પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. છ મહિના શૂટિંગનું શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મને સોની પિક્ચર્સ ઇન્ડિયા પ્રોડ્યુસ કરશે. મેકર્સ હાલમાં લોકેશન, કાસ્ટિંગ અને અન્ય બાબતો પર કામ કરી રહ્યા છે. એથી ૨૦૨૩ની જાન્યુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હોવાથી આમિરે પોતાની તારીખો પણ ફાળવી દીધી છે. શંકર-એહસાન-લૉય એનું મ્યુઝિક તૈયાર કરશે. એવું જાણવા મળ્યું છે કે આ હિન્દી રીમેકમાં આમિર એક જિદ્દી, ગરમ દિમાગના માઇનર લીગ બાસ્કેટબૉલ ટીમના કોચના રોલમાં દેખાશે. આ એક સ્પોર્ટ-કૉમેડી ડ્રામા રહેશે. એમાં દેખાડવામાં આવશે કે સમાજસેવા માટે કોચને બળજબરીપૂર્વક ટીમને ટ્રેઇનિંગ આપવી પડે છે. ફિલ્મ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK