Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે કોરોના અને કરીના બન્નેનો સામનો કરી રહ્યો હતો આમિર

‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે કોરોના અને કરીના બન્નેનો સામનો કરી રહ્યો હતો આમિર

15 April, 2021 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પવનનો વાયરો આપણને અલગ-અલગ દિશામાં ધકેલી રહ્યો છે અને આપણે પણ એક પ્રકારે એની સાથે આગળ વધીએ છીએ.

‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે કોરોના અને કરીના બન્નેનો સામનો કરી રહ્યો હતો આમિર

‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે કોરોના અને કરીના બન્નેનો સામનો કરી રહ્યો હતો આમિર


આમિર ખાનનું કહેવું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમ્યાન તે કોરોના અને કરીના કપૂર ખાન બન્નેનો સામનો કરી રહ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમ્યાન કરીના પ્રેગ્નન્ટ હતી. એથી તેણે જેમ બને એમ વહેલાસર શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. એ ફિલ્મની જે રીતે શરૂઆત થાય છે એને યાદ કરતાં આમિર ખાને કહ્યું હતું કે ‘મને જાણ નથી કે તમને યાદ છે કે નહીં, ‘ફૉરેસ્ટ ગમ્પ’ની શરૂઆત એક પંખથી થાય છે જે આકાશમાંથી નીચે આવતાં-આવતાં લોકોના ખભા પર અને બાદમાં કાર પર ચાલ્યું જાય છે. હવાથી એ આમ-તેમ ઊડે છે. આ ફિલ્મનાં ડિરેક્ટર અદ્વૈત ચંદન અને હું હંમેશાં મજાકમાં એમ કહેતા હતા કે આપણે જ્યારથી આ ફિલ્મ પર કામ શરૂ કર્યું છે ત્યારથી આપણી જિંદગી એક પંખ જેવી બની ગઈ છે. પવનનો વાયરો આપણને અલગ-અલગ દિશામાં ધકેલી રહ્યો છે અને આપણે પણ એક પ્રકારે એની સાથે આગળ વધીએ છીએ. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આખરે આપણે આ પંખની જેમ ઊડતા-ઊડતા ક્યાં લૅન્ડ થઈશું? કેમ કે એ વખતે વિશ્વ કોરોનાનો સામનો કરી રહ્યું હતું. તો અમે કોરોનાની સાથે-સાથે કરીનાનો પણ સામનો કરી રહ્યા હતા. તે પ્રેગ્નન્ટ થઈ હતી. વધુ એક કૉમ્પ્લીકેશન. એથી અમારા પર વધુ એક પંખ આવ્યું જે અમને અલગ દિશામાં લઈ ગયું.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK