આ ફિલ્મમાં આધુનિક પ્રેમ અને લગ્નમાં આવતી મુશ્કેલીઓ જોવા મળશે. ‘લવયાપા’ તામિલની સુપરહિટ ફિલ્મ ‘લવ ટુડે’ની રીમેક છે.
‘લવયાપા’
‘મહારાજ’માં પોતાની ઍક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યા પછી હવે જુનૈદ ખાનની નેક્સ્ટ ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં આધુનિક પ્રેમ અને લગ્નમાં આવતી મુશ્કેલીઓ જોવા મળશે. ‘લવયાપા’ તામિલની સુપરહિટ ફિલ્મ ‘લવ ટુડે’ની રીમેક છે. આમિર ખાન પણ કમર કસીને પોતાના દીકરાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં આમિરે પોતાના મિત્ર અને ક્રિકેટર સચિન તેન્ડુલકર અને તેના પરિવાર માટે ‘લવયાપા’નું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું છે અને એમાં સચિન પરિવાર સાથે હાજર રહેશે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય કલાકારો જુનૈદ ખાન અને ખુશી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

