° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


આમિર ખાનની દીકરી ઇરાએ બૉયફ્રેન્ડ નુપુર શિકરે સાથે કરી સગાઇ

23 September, 2022 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉયફ્રેન્ડ નુપુર શિકરેએ ઘૂંટણીયે બેસીને ફિલ્મી સ્ટાયલમાં કર્યું પ્રપોઝ, ઇરા ખાને સોશ્યલ મિડિયા પર શૅર કર્યો વીડિયો

નુપુર અને ઇરા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

નુપુર અને ઇરા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહેતી મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ (Mr. Perfectionist) અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan)એ એક ગૂડ ન્યૂઝ આપીને સહુને ચોંકાવી દીદા છે. સોશ્યલ મીડિયા (Social Media) પર એક વીડિયો પોસ્ટ કરીને ઇરા ખાને લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ નુપુર શિકરે (Nupur Shikare) સાથે સગાઇ કરી લીધી હોવાનું જણાવ્યું છે.

ઇરા ખાન અને નુપુર શિકરે ઘના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં એક ઇવેન્ટમાં નુપુરે ઇરાને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. ઇરાએ પ્રપોઝલ સ્વિકારતા બન્નેએ સગાઇ કરી લીધી છે. ઇરા ખાને પ્રપોઝલનો વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘પોપાય : તેણે હા કહ્યું. ઇરા : હેહેહે મેં હા કહ્યું’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

નુપુર શિકરેએ તેની સ્વીટહાર્ટ ઇરા ખાનને પ્રખ્યાત આયર્ન મેન ઇટાલી શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે, નુપુર રેસના કપડામાં ગર્લફ્રેન્ડ ઇરા પાસે આવે છે. પછી તેને કીસ કરે છે. ત્યારબાદ એકદમ ફિલ્મી અંદાજમાં ઘૂંટણિયે બેસીને બૉકસ્માંથી વીંટી કાઢીને ઇરાને પહેરાવે છે. નુપુરે આપેલી આ સરપ્રાઇઝ જોઈને ઇરાની ખુશીનો પાર રહ્યો નહોતો. તે તરત જ પ્રપોઝલ સ્વીકારે છે અને નુપુર તેને વીંટી પહેરાવી દે છે.

ઇરા અને નુપુરના પ્રપોઝલને જોઈને ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી. ઇરા અને નૂપુરની સગાઈનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બધા તેમને અભિનંદન આપી રહ્યા છે. આ પોસ્ટ પર ક્રિષ્ના શ્રોફ, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, ફાતિમા સના શેખે કપલને અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં, ફૅન્સ પણ આ વીડિયો જોયા પછી કમેન્ટ કરતા થાકતા નથી.

તમને જણાવી દઈએ કે, નુપુર અને ઇરા છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. નુપુર ફિટનેસ ટ્રેઇનર છે. કપલે સગાઇ તો કરી લીધી છે પણ હવે એ જોવાનું રહેશે કે, તેઓ લગ્ન ક્યારે કરશે.

23 September, 2022 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘કેસ તો બનતા હૈ’માં અમિતાભ બચ્ચનની મજાક ઉડાવતાં ભડકી ગયો અભિષેક

કેસ તો બનતા હૈ શો ઍમેઝૉન મિની ટીવી પર આવે છે

06 October, 2022 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરણ જોહર સાથે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને મિક્સ નથી કરતો : રિતેશ દેશમુખ

કરણ જોહર તેના ધર્મા પ્રોડક્શન્સના માધ્યમથી અનેક ફિલ્મો બનાવે છે

06 October, 2022 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

૪૮ કરોડમાં ખરીદ્યો સી-વ્યુ ફ્લૅટ માધુરીએ

તેનો આ ફ્લૅટ ૫૩મા ફ્લોર પર છે

06 October, 2022 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK