° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


`પાપા કહતે હૈ બડા નામ કરેગા`,દીકરી ઇરાની સગાઈમાં પોતાના ગીત પર આમિરે કર્યો ડાન્સ

19 November, 2022 03:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થોડાંક મહિના પહેલા નૂપુર શિખરેએ ઈરા ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાનના પણ અનેક ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થયા હતા.

આમિર ખાન (ફાઈલ તસવીર)

આમિર ખાન (ફાઈલ તસવીર)

બૉલિવૂડના (Bollywood) મિસ્ટર પરફેક્શનિસ્ટ (Mr. Perfectionist) સાતમા આસમાને છે. હોય પણ કેમ નહીં, આખરે દીકરી ઈરા ખાને (Ira Khan) બૉયફ્રેન્ડ નૂપુર શિખરે (Boyfriend Nupur Shikhre) સાથે સગાઈ (Engagement) કરી છે. બન્નેની સગાઈ પાર્ટી (Engagement Party) શુક્રવારની (Friday Evening) સાંજે થઈ. આ દરમિયાનની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં હતાં. ઈરા ખાન ઑફ શોલ્ડર રેડ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. તો, નૂપુર શિખરેએ બ્લેક ટક્સીડો સૂટ પહેર્યો છે. જણાવવાનું કે થોડાંક મહિના પહેલા નૂપુર શિખરેએ ઈરા ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાનના પણ અનેક ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થયા હતા.

દીકરીની સગાઈમાં આમિર ખાને કર્યો ડાન્સ
હવે આમિર ખાનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દીકરી ઈરાની સગાઈમાં તે પોતાના જ ગીત `પાપા કહેતે હૈ બડા નામ કરેગા` પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. પાર્ટીમાં સામેલ થયેલા ગેસ્ટ નીચે છે અને આમિર ખાન ફ્લોર પર ઊભા રહીને ડાન્સ કરતા દેખાય છે. તેમની સાથે એક શખ્સ છે, જેને પકડીને તે ડાન્સ કરી રહ્યા છે.

વ્હાઈટ આઉટફિટમાં આમિર લાગ્યા ડૅશિંગ
વ્હાઈટ શિમરી પઠાની કુર્તા પાયજામામાં આમિર ખાન ખૂબ જ ડેશિંગ લાગી રહ્યા છે. વ્હાઈટ બીયર્ડ તેમના લૂકમાં ચાર ચાંદ લગાડી રહી છે. દીકરી ઈરાની સગાઈની ખુશી આમિર ખાનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે આમિર ખાન `પાપા કહતે હૈ બડા નામ કરેગા` પર ડાન્સ કરી રહ્યા હતા તો દીકરી ઈરા જ તેમની ચીયરલીડર હતી. હાથમાં ડ્રિન્કનો ગ્લાસ લઈને, ઈરા હૂટિંગ કરતી દેખાઈ. ઈન્ટરનેટ પર છવાયેલા આમિર ખાનના આ ડાન્સ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ઈરા ખાન અને નૂપુર શિખરેના નજીકના વ્યક્તિએ જણાવ્યું હતું કે બન્ને એક બીજાને ઘણા સમયથી પસંદ કરે છે. સંબંધને નામ આપવાનો નિર્ણય લીધો. થોડાંક જ અઠવાડિયા પહેલા બન્નેએ સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. એક પ્રાઈવેટ સેરેમની ઑર્ગનાઈઝ થઈ, જ્યાં બન્નેએ સગાઈ કરી. આમાં પરિવારના બધા સભ્ય હાજર રહે.

આ પણ વાંચો : ‘ચૅમ્પિયન્સ’ને હું પ્રોડ્યુસ કરી રહ્યો છું : આમિર ખાન

કેવી રીતે થઈ લવ સ્ટોરીની શરૂઆત
આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નૂપુર શિખરે છેલ્લા કેટલા વર્ષોથી એક બીજાને ઓળખતા હતા. તેમના સંબંધની શરૂઆત વર્ષ 2020માં થઈ. બન્નેએ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો. લૉકડાઉન દરમિયાન બન્ને સાથે રહ્યાં. નૂપુર, આમિર ખાનનો ટ્રેનર છે. સપ્ટેમ્બર મહિનામાં નૂપુર શિખરે ફૉરેન કન્ટ્રી એક એથલેટિક ઇવેન્ટમાં ગયો હતો, જ્યાં તેણે ઈરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હવે બન્નેએ શુક્રવારે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરશે.

19 November, 2022 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Siddharth Kashyap: પોલિટિક્સને ગુડ બાય કહી આ યુવાને મ્યુઝિકને કહ્યું હાઈ

સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે

04 December, 2022 11:39 IST | Mumbai | Karan Negandhi
બૉલિવૂડ સમાચાર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અથિયા જાન્યુઆરીમાં કરશે લગ્ન

કે. એલ. રાહુલની લીવ બીસીસીઆઇએ કરી અપ્રૂવ

04 December, 2022 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK