° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


`સત્યનારાયણ કી કથા` માં જોવા મળશે કાર્તિક આર્યન, કહ્યું કે આ ફિલ્મ મારી...

23 June, 2021 03:46 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ `સત્યનારાયણ કી કથા` માં જોવા મળશે.

કાર્તિક આર્યન (ફાઈલ ફોટો)

કાર્તિક આર્યન (ફાઈલ ફોટો)

બૉલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અન્ય એક મોટા પ્રોજેક્ટમાં જોવા મળશે. કાર્તિક આર્યન ફિલ્મ `સત્યનારાયણ કી કથા` માં જોવા મળશે.  આ અંગે ખુદ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.  

`સત્યનારાયણ કી કથા` ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર સમીર વિદવાન્સ નમ: પિક્ચર્સ અને સાજીદ નડિયાદવાલા બેનર હેઠળ નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્તિકે એક વીડિયો સાથે ચાહકો સામે આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે,  `મારા દિલની નજીક એક કહાની `સત્યનારાયણન કી કથા. વિશેષ લોકો સાથેની એક ખાસ ફિલ્મ. `

બીજી બાજુ સાજિદ નડિયાદવાલાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, `કાર્તિક આર્યન મહાકાવ્ય પ્રેમ-સાગા સત્યનારાયણ કી કથામાં સત્યના રૂપમાં જોવા મળશે! જેની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે અને તે ખૂબ જ આકર્ષક છે. `

ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિક આર્યને કહ્યું કે, "હું છેલ્લા કેટલાક સમયથી સાજિદ સર સાથે કામ કરવા ઈચ્છતો હતો, હું વધુ સારા સહયોગ માટે કહી શક્યો ન હતો. હું ખૂબ જ ખુશ છું કે હું સાજિદ સર, શરીન અને કિશોર સાથે કામ કરી રહ્યો છું. `સત્યનારાયણ કી કથા` એક મ્યુઝિકલ પ્રેમ ગાથા છે જે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા નામોનું પાવરહાઉસ એક સાથે લાવે છે, સંવેદનશીલ વિષયોને ખૂબ મનોરંજક બનાવનારા સમીર સર સાથે પણ મારી આ પહેલી ફિલ્મ છે.  

કાર્તિક આર્યનના કામની વાત કરીએ તો  તેમને કરણ જોહરની ફિલ્મ `દોસ્તાના 2` માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે તેની જગ્યાએ અક્ષય કુમાર જોવા મળશે. આ સિવાય કાર્તિક ફિલ્મ `ભુલ ભુલાયૈયા 2` અને ફિલ્મ `ધમકા` માં પોતાનું પ્રદર્શન બતાવશે.  

23 June, 2021 03:46 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

શર્લિન ચોપરાનો ચોંકાવનારો ખુલાસો, ‘રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો’

૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ રાજ કુંદ્રા અને તેના વચ્ચે બિઝનેસ મિટિંગ પછી મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હોવાનો દાવો

29 July, 2021 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘બેલ બૉટમ’ ટાઇમ

અક્ષયકુમાર અને વાણી કપૂર પ્રોડ્યુસર જૅકી ભગનાણી સાથે મુંબઈમાં જોવા મળ્યાં હતાં

29 July, 2021 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ભોપાલનાં પોહા અને જલેબી ખાવા માટે આતુર રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ ‘ડૉક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ પહોંચી ગઈ છે

29 July, 2021 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK