Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `દિલ ચાહતા હૈ`ની 20મી વર્ષગાંઠ પર ફરહાનની ફેન્સને ગિફ્ટ; આ અભિનેત્રીઓ સાથે આવી રહી છે હજી એક રોડ ટ્રીપ

`દિલ ચાહતા હૈ`ની 20મી વર્ષગાંઠ પર ફરહાનની ફેન્સને ગિફ્ટ; આ અભિનેત્રીઓ સાથે આવી રહી છે હજી એક રોડ ટ્રીપ

10 August, 2021 08:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એકટર અને પ્રોડ્યુસર ફરહાન અખ્તરે હવે ડિરેક્ટર તરીકે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે.

પ્રિયંકા ચોપરા જોનસ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ.  ફોટો/એફપી, બિપિન કોકટે, સતેજ શિંદે

પ્રિયંકા ચોપરા જોનસ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ. ફોટો/એફપી, બિપિન કોકટે, સતેજ શિંદે


કોરોનાને કારણે સર્જાયેલા લોકડાઉનના ઘણા પ્રતિબંધોને દૂર થઈ રહ્યા છે, તેવામાં ફરી એક વખત ફિલ્મ નિર્માણને વેગ મળ્યો છે. ઘણી મોટી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. એકટર અને પ્રોડ્યુસર ફરહાન અખ્તરે હવે ડિરેક્ટર તરીકે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે.

ફરહાન અખ્તરે આજ સુધી ઘણી લોકપ્રિય ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. જોકે,  ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ `દિલ ચાહતા હૈ` સૌથી વધુ લોકપ્રિય બની હતી. આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના અભિનિત આ ફિલ્મ ચાહકો સાથે ભારે હિટ રહી હતી. ત્રણ મિત્રોની ધમાલ રોડ ટ્રીપની વાર્તા સાથે આ ફિલ્મના ગીતોને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે આ ફિલ્મની 20મી વર્ષગાંઠ નિમિત્તે ફરહાન અખ્તરે આવી જ એક ફિલ્મની જાહેરાત કરી છે.



ફરહાને એક ટ્વીટ કરી લખ્યું હતું કે “શું કોઈએ રોડ ટ્રીપ કહ્યું?" દિગ્દર્શક તરીકે મારી આગામી ફિલ્મની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આજે `દિલ ચાહતા હૈ`ની 20મી વર્ષગાંઠ છે અને આ જાહેરાત માટે આનાથી સારો દિવસ નથી.”



આ ફિલ્મનું નામ `જી લે ઝરા` છે અને આ રોડ ટ્રીપમાં તમને ત્રણ યુવતીઓ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. પ્રિયંકા ચોપરા સાથે કેટરિના અને આલિયાએ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022માં શરૂ થશે. તેથી, વર્ષ 2023માં, આ ફિલ્મ દર્શકો માટે આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2021 08:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK