Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

15 January, 2020 01:32 PM IST | New Delhi

સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

સલમાન ખાન

સલમાન ખાન


અર્પિતા ખાન શર્માએ તેની દીકરી આયતને સલમાન ખાનનાં હાથમાં સૌથી સલામત જણાવી છે. અર્પિતાએ સલમાન ખાનનાં બર્થ-ડે એટલે કે ૨૭ ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે, જેથી કરીને આ દિવસ યાદગાર બની જાય. અર્પિતા અને આયુષ શર્માનાં લગ્ન ૨૦૧૪ની ૧૮ નવેમ્બરે થયા હતાં. આ બન્નેને આયત અગાઉ આહિલ નામનો દીકરો પણ છે. સલમાને આયતને પોતાનાં હાથોમાં ઉંચકી રાખી છે અને તેની સાથે તેની મમ્મી સલમા ખાન પણ હાજર છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્પિતાએ કૅપ્શન આપી હતી કે ‘આ દુનિયામાં કોઈ બાબત મને ગભરાવી શકે એમ નથી કારણ કે હું જાણું છું કે તમે હંમેશાં મારી પડખે અડીખમ ઊભા છો અને હું એ પણ જાણું છું કે મને કોઈ આંચ પણ તમે નહીં આવવો દો. આયતને પણ સલામતીનાં એ જ આશિષ મળ્યા છે. આ હાથ ભગવાને મોકલેલા છે. એના માટે હું ખૂબ ખુશ છું અને આભારી છું. સલમાન ખાન અને મારી અદ્ભુત મમ્મી સલમા ખાન આ બન્ને વ્યક્તિઓ હંમેશાં પ્રેમ આપવામાં માને છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2020 01:32 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK